ચૂંટણીનો બહિષ્કાર: જામનગરના નવાગામ ઘેડમાં પાયાની સુવિધાને લઈ લોકો આકરા મૂડમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠકક, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.  ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો , નેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.  ઘરે ઘરે, શેરી ગલીઓ માં ઉમેદવારો બે હાથ જોડી પ્રજા પાસે મત માંગી રહ્યા છે.. એવામાં જામનગરના એક વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે.

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગ્યા છે. આ બેનરો સ્થાનિક મતદારો દ્વારા જ લગાડવામાં આવ્યા છે.જેમાં લખ્યું છે કે, નવાગામ ઘેડને રસ્તો નહિ તો મત નહીં. આમ, ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. એક તરફ ગુજરાતમાં પ્રચારની કામગિરિ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણી બહિષ્કારના બેનરો લગતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

લોકો એ  માંગી લેખિતમાં ખાતરી 
2022 વિધાનસભાની ચૂંટણીમાં ત્રી પાંખીયો જંગ જામશે. જેને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારો લોક સંપર્કથી માંડી ગલીએ ગલીએ મત માંગી રહ્યા છે. તો બીજી બાજુ પ્રજાએ પોતાની સમસ્યા નું નિરાકરણ લાવવા ચૂંટણી બહિષ્કાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર શહેરની 78 ઉત્તર વિધાનસભા બેઠકમાં આવે છે, જ્યાંથી ભાજપના રિવાબા જાડેજા ઉમેદવાર છે તો બીપેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર. જ્યારે સ્થાનિક મતદારે નવાગામ ઘેડમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસમાર હાલત માં છે.  આ રસ્તો બનવવા લેખિત માં ખાતરી નહિ મળે તો આ વખતે ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે. જેને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે..

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT