ચૂંટણી પહેલા Hardik Patelનો સ્વ પ્રચાર! વિરમગામમાં માત્ર હાર્દિકના ફોટોવાળા ચોપડાનું વિતરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરમગામ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજનેતાઓ સક્રિય થઈ ગયા છે અને પ્રજા વચ્ચે જઈને સેવા કાર્યો કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. જેથી ચૂંટણીમાં તેમને મત મળી શકે. ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ પણ વિરમગામમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. એવામાં હાર્દિક પટેલના પત્ની કિંજલ દ્વારા વિરમગામ તાલુકાના કેટલાક ગામડાઓમાં તાજેતરમાં કરાયેલા ચોપડા વિતરણના કાર્યક્રમ ચર્ચામાં આવ્યો છે.

હાર્દિકની તસવીર વાળા ચોપડાનું વિતરણ
હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ દ્વારા વિરમગામના તાલુકાના વિઠ્ઠલાપુરા, અસલગામ અને સુરજગઢ સહિતના વિવિધ ગામોમાં પ્રાથમિક સ્કૂલોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન સેવા ટ્રસ્ટના નામ હેઠળ બાળકોને આપવામાં આવતા આ ચોપડાઓ પર માત્ર હાર્દિક પટેલનો જ ફોટો છે. એવામાં માત્ર હાર્દિક પટેલનો પોતાનો પ્રચારને જોઈને વિરમગામ ભાજપના નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે ભાજપના કોઈ નેતા, PM મોદી કે પછી ભાજપના ચિહ્નનો પણ તેમાં ઉલ્લેખ નહોતો જોવા મળ્યો.

ADVERTISEMENT

ગામે-ગામ જઈ હાર્દિક પટેલની વિવિધ કાર્યક્રમોમાં હાજરી
વિરમગામની વિધાનસભા બેઠક પરથી ભાજપ આ વખતે હાર્દિક પટેલને ટિકિટ આપશે કે અન્ય કોઈ ઉમેદવારને તક મળશે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ચૂંટણી પહેલા જ વિરમગામમાં હાર્દિક પટેલ તથા તેમના પત્ની કિંજલ પટેલ ગામે ગામ જઈને વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપીને પોતાનું કદ વધુને વધુ મજબૂત કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે તેમના કાર્યક્રમમાં ભાજપ નેતાઓની ગેરહાજરી જોવા મળતી હોય છે.

તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે હાર્દિક પટેલ
ગુજરાતમાં ચૂંટણીને હવે થોડા દિવસોની જ વાર છે. ત્યારે હાર્દિક પટેલે થોડા મહિના અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે આગામી ચૂંટણીમાં ભાજપ તેમને ટિકિટ આપશે કે નહીં તે તો માત્ર સમય જ બતાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT