‘પ્રોજેક્ટ K’ના શૂટિંગમાં અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઈજાગ્રસ્ત, પાંસળીમાં ઈજા થતા શ્વાસ લેવામાં તકલીફ
મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બિગ બી હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. એક એક્શન સીન કરતી વખતે અમિતાભ…
ADVERTISEMENT
મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બિગ બી હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. એક એક્શન સીન કરતી વખતે અમિતાભ બચ્ચનને ઈજા થઈ હતી. ઈજાના કારણે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું. બિગ બી ડોક્ટરોની દેખરેખમાં છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પાંસળીની ઈજા પહોંચી
અમિતાભ બચ્ચને આ અકસ્માતની માહિતી આપી છે. અભિનેતાએ જણાવ્યું કે, હૈદરાબાદમાં પ્રોજેક્ટ ‘કે’ના શૂટિંગ દરમિયાન તેમને ઈજા થઈ હતી. આ ઘટના એક્શન શોટ દરમિયાન બની હતી. અમિતાભને પાંસળીમાં ઈજા થઈ છે. અમિતાભે જણાવ્યું કે, પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ છે અને જમણી રિબ કેજની બાજુના સ્નાયુ ફાટી ગયા છે. ઈજા બાદ શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. બિગ બી ચેકઅપ બાદ ઘરે પરત ફર્યા છે. ડોક્ટરોએ તેમને પટ્ટી બાંધી છે અને આરામ કરવાની સલાહ આપી છે.
અમિતાભ બચ્ચનને હાલ શ્વાસ લેવામાં તકલીફ
અમિતાભ બચ્ચન હાલમાં શ્વાસ લેવામાં સમસ્યા અનુભવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. હલનચલન અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. બિગ બીને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે. તેમને દવાઓ આપવામાં આવી છે. ડોકટરોએ કેટલાક પેઈન કિલર પણ આપ્યા છે, જેથી તેઓને દર્દમાં રાહત મળી શકે.
ADVERTISEMENT
શૂટિંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું
બિગ બીને આ રીતે ઈજા થવી એ દરેક માટે ખૂબ જ પરેશાન કરનારી બાબત છે. અમિતાભ સાથેના આ અકસ્માત બાદ તમામ કામ અને શૂટિંગ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી અમિતાભ બચ્ચન સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી ફિલ્મ કે શૂટિંગ સંબંધિત કોઈ કામ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT