ઝાલોદના માછણ ડેમમાં ડૂબી ગયેલ વિદ્યાર્થીનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો, NDRF ની લીધી મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ઝાલોદ તાલુકાના વગેલા ગામનો વિદ્યાર્થી મિત્રો સાથે રણિયાર સ્થિત માછણનાળા ડેમે નહાવા માટે જતાં  એક યુવાન અકસ્માતે ડૂબી ગયો હતો. જોકે, 48 કલાક બાદ પણ તેનો મૃતદેહ મળ્યો ન હતો. ઝાલોદ અને દાહોદના લશ્કરોની સતત શોધખોળ સાથે  NDRFની ટીમે પણ આખો દિવસ મહેનત કર્યા છતાં તેનો મૃતદેહ મળ્યો ન હતો. ત્યારે આજે ત્રીજા દિવસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

ઝાલોદ તાલુકાના માછણ ડેમ ખાતે સોમવારે ઝાલોદની આઇ.પી.મીશન સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ જેટલા વિદ્યાર્થીઓ માછણ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા.  ત્યારે તેઓ ડેમના પાણીમાં નાહવા પડતા   ધો.10માં અભ્યાસ કરતો 15 વર્ષનો યશકુમાર સુરેશભાઈ ખરાડી ઊંડાણમાં ઘસી જવાથી ડૂબ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક વહીવટી તંત્ર અને લીમડી પોલીસને જાણ પડતા પીએસઆઇ એમ.એલ.ડામોર સહિત સ્થાનિક રણીયારના સરપંચ જયેશભાઈ ભાભોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સતત ત્રણ દિવસ NDRF નિ ટીમ કાર્યરત 
ઝાલોદ અને દાહોદના ફાયર વિભાગના કર્મીઓની મદદ લઈ શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાંજ સુધી ડૂબી ગયેલ કિશોર મળી ન આવતા તંત્ર દ્વારા સત્વરે NDRF ટીમની મદદ માંગતા વડોદરા ની ટીમ બીજા દિવસે સવારે ઘટના સ્થળે આવી પહોંચી હતી. બીજા દિવસે પણ ટીમને યુવાનનો મૃતદેહ મળ્યો ન હતો ત્યારે આજે ત્રીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

ADVERTISEMENT

 આ પણ વાંચો: મહાત્મા ગાંધીની જન્મભૂમિ ખાતે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી, સમુદ્ર વચ્ચે કરવામાં આવ્યું ધ્વજવંદન

ત્રીજા દિવસે મળ્યો મૃતદેહ 
ડૂબેલ કિશોરનો મૃતદેહ મળી આવ્યો ન હતો ત્યારે ત્રીજા દિવસે ફરીવાર NDRF ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ ફરીવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રેસ્ક્યુ દરમિયાન એનડીઆરએફ દ્વારા ડીપ ડ્રાઈવ અને અત્યાધુનિક સર્ચ કેમેરાનો ઉપયોગ કરી સ્થાનિક માછીમારોને બોલાવી તેઓની મદદ લઈ બપોરના સમયે ડૂબી ગયેલ કિશોરનું મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. રણીયાર ગામના સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢ્યો છે. પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી લીમડી સી.એચ.સી ખાતે પેનલ પી.એમ.કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT