ઓરેવા પર સરકારી ઢાંક પીછોડા? PM ની મુલાકાત પહેલા ઓરેવા ગ્રુપનું બોર્ડ ઢાંકી દેવાયું!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના મોરબીમાં પુલ અકસ્માતમાં 135 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ પુલની જાળવણી કરતા પર અનેક સવાલો ઉઠયા છે. ઘાયલોની મુલાકાત લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મોરબી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોરબી બ્રિજની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ઓરેવા ગ્રુપના બોર્ડને કપડાથી ઢાંકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં ઓરેવા ગ્રુપના ઓફિસ તેમજ ફાર્મ હાઉસને પણ તાળાં છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં લગાવવામાં આવેલ ઓરેવા ગ્રુપનું બોર્ડ સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ઘટના અંગે તાગ મેળવ્યો હતો.  મોરબી દુર્ઘટના સમયે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા લોકોને મળ્યા હતા. બાદમાં વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

15 વર્ષ બ્રિજનો કોન્ટ્રાક્ટ હતો
ઓરેવા કંપની પાસે 15 વર્ષ માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ હતો. આ કંપની ઘડિયાળો અને બલ્બ બનાવે છે. કંપનીએ 7 મહિના પહેલા બ્રિજના રિનોવેશનનું કામ થર્ડ પાર્ટી દેવ પ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું. 2 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ પૂર્ણ થયા બાદ 26 ઓક્ટોબરે આ પુલ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેના ચાર દિવસ બાદ રવિવારે આ અકસ્માત થયો હતો.

ADVERTISEMENT

ફિટનેસ સર્ટિફિકેટ વગર ખોલવામાં આવ્યો બ્રિજ
આ સમગ્ર અકસ્માત પાછળ બેદરકારી મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજની જાળવણીના નામ પર પૈસા પચાવવામાં આવ્યા છે. ન તો કાટ લાગેલો જૂનો કેબલ બદલવામાં આવ્યો. તેમજ ફ્લોર પ્લેટ યોગ્ય રીતે ઠીક કરવામાં આવી ન હતી. કંપનીએ 8 થી 12 મહિનાના મેઇન્ટેનન્સ બાદ આ બ્રિજ ખોલવાનો હતો. પરંતુ કંપનીએ તેને 7 મહિનામાં જ ખુલ્લો મુક્યો હતો. આટલું જ નહીં, કંપની દ્વારા ન તો ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું કે ન તો વહીવટીતંત્રની કોઈ પરવાનગી.

    follow whatsapp

    ADVERTISEMENT