ભાજપનું યાત્રા પોલિટિક્સ, જાણો અત્યાર સુધીમાં કેટલી યાત્રા યોજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના ચૂંટણી મેદાને છે. આ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતા સુધી પહોંચવા માટે વિવિધ આયોજનો કરે ચએ ત્યારે ગુજરાતમાં જનતા સુધી પહોંચવા માટે ભાજપે ફરી એક વખત યાત્રા પોલિટિક્સ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ભાજપ સત્તા પર આવ્યું ન હતું ત્યારથી વિવિધ યાત્રા યોજી જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં આવ્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.

ગુજરાતની સ્થાપનાથી જ કોંગ્રેસનું વર્ચસ્વ હતું ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે ભાજપે વિવિધ યાત્રાનું આયોજન કર્યું છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપે યાત્રા પોલિટિક્સ શરૂ કરી દીધું છે. ભાજપ આ ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રા યોજશે. આમ ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિઘાનસભામાં પરિભ્રમણ કરશે, 145 જેટલી જાહેર સભા યોજાશે તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે. આ સમગ્ર યાત્રામાં ગુજરાતના ભાજપના આગેવાનો,રાજયના મંત્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણી દરમિયાન ભાજપ આ યાત્રા યોજઈ અને જનતા સુધી પહોંચવાના પૂરતા પ્રયાસ કરશે. ભાજપ આ પહેલા 9 જેટલી યાત્રા યોજી ચૂક્યું છે.

ભાજપની વિવિધ યાત્રા

ADVERTISEMENT

  • ભાજપે 1987 મજદૂરને મજૂરી ન્યાય માટે મજદૂર માટે ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું .
  • 1989 સાલમાં ભાજપે લોકશક્તિ યાત્રા નાગરિકોની શક્તિ ઉજાગર કરવા માટે ચુંટણી પહેલ યોજી હતી
  • 1990માં લાલ કૃષ્ણ અડવાણીએ રામ રથયાત્રા અયોધ્યાથી સોમનાથ સુધી યાત્રા કરી હતી.
  • 1991માં એકતા યાત્રા ભાજપે કન્યાકુમારી થી કાશ્મીર સુધી યોજી હતી.
  • 2002 ચુંટણી સમયે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા આયોજન કર્યું હતું. ભાજપને 2002 માં વિધાનસભામાં 117 બેઠકો મેળવી હતી.
  • 2003 શ્યામજી કૃષ્ણ વર્મા વુરાંજલી યાત્રા લોકસભાની ચુંટણી પહેલા યોજી હતી.
  • 2010 માં ગુજરાતના 60 વર્ષ પૂર્ણ થતા તત્કાલીન મુખ્યમણત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્વર્ણિમ યાત્રા યોજી હતી
  • 2012 વિધાનસભાની ચુટણી પહેલા ભાજપે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસનું આયોજન કર્યું હતું. ભાજપે 115 બેઠકો મેળવી હતી.
  • 2017માં ભાજપે આદિવાસી બેલ્ટ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી ગૌરવ યાત્રા યોજી હતી. 2017 માં ભાજપે 99 બેઠક મેળવી

    follow whatsapp

    ADVERTISEMENT