ચુંટણી પહેલા ભાજપનું યાત્રા પોલિટીક્સ, 144 વિધાનસભામાં ફરશે ગુજરાત ગૌરવ યાત્રા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ વિવિધ નીતીઓ તૈયાર કરી અને જનતા સુધી પહોંચે છે ત્યારે હવે ભાજપ દ્વારા ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ  દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની માહિતી લઇ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતા સુધી પહોંચશે આ યાત્રા 144 વિધાનસભા વિસ્તારમાં ફરશે.

યાત્રા અંગે માહિતી આપતા પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા તે તમામ ગૌરવપુર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ,24 કલાક વિજળી, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે. આ યાત્રાઓ આગામી 12મી ઓક્ટોબરથી શુભારંભ થશે. ગૌરવ પુર્ણ વિકાસના કામોની માહિતી લઇ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતાના આશિર્વાદ લેશે. ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના અલગ- અલગ જિલ્લઓના વિઘાનસભા વિસ્તાર કવર કરશે.

12મી ઓક્ટોબરથી થશે યાત્રાનો પ્રારંભ
ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12મી ઓક્ટોબર સવારે 11-00 કલાકે બહુચારજી માતાના મઢ થી પ્રારંભ થશે. ગુજરાત ગૌરવ યાત્રા 9 જિલ્લાના 33 વિઘાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિ.મીનો પ્રવાસ કરશે. આ યાત્રાનો સમાપન કચ્છ ખાતે માં આશાપુરાના આશિર્વાદ સાથે સંપન્ન કરવામાં આવશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઇ ખાતેથી પ્રસ્થાન થનાર છે. 13મી તારીખે આ યાત્રા ઉનાઇ માતાના મંદિરેથી બપોરે 02 કલાકે પ્રસ્થાન થશે અને ઉનાઇથી 13 જિલ્લામા 35 વિઘાનસભામાં આશરે 990 કિ.મી પરિભ્રમણ કરશે. આ યાત્રાનું 53 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે અને 09 દિવસ આ યાત્રા ફાગવેલ ભાથીજી મહારાજના આશિર્વાદ લઇ પૂર્ણ થશે.

ADVERTISEMENT

જ્યારે ત્રીજી યાત્રા ઉનાઇથી શરૂઆત થઇ ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સ્વરૂપે 14 જિલ્લામાં 31 વિઘાનસભામાં આશરે 1068 કિમી પ્રવાસ કરી 28 સભા સાથેમાં અંબાના આશિર્વાદ સાથે અંબાજી ખાતે સમાપન થશે. આ બંન્ને યાત્રા પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહ અમિતભાઇના નેતૃત્વમાં પ્રસ્થાન થશે.

સૌરાષ્ટ્રમા બે યાત્રાનું આયોજન
ગોરઘન ઝડફીયાએ સૌરાષ્ટ્રની યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રમા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી યાત્રા 12 તારીખે દ્વારકાથી પોરબંદર નિકળશે આ યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કરવાશે. આ યાત્રા 21 વિઘાનસભા વિસ્તારમાં પરિભ્રમણ કરશે અને 22 જેટલી જાહેરસભાનું આયોજન અને 70 સ્થળો પર સ્વાગત કરવામાં આવશે. તેમજ સાત દિવસમાં કુલ 876 કિલોમીટર પ્રવાસ કરશે. જયારે બીજી યાત્રા 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ યાત્રાનું પ્રસ્થાન દેશના ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. આ યાત્રા 09 જિલ્લામાં 24 વિઘાનસભામાં પ્રવાસ કરશે અને 86 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે તેમજ કુલ 1070 કિમીનો પ્રવાસ 08 દિવસમાં આ યાત્રા કરશે.

ADVERTISEMENT

144 વિધાનસભામાં પરિભ્રમણ કરશે યાત્રા
આમ ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિઘાનસભામાં પરિભ્રમણ કરશે, 145 જેટલી જાહેર સભા યોજાશે તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે. આ સમગ્ર યાત્રામાં ગુજરાતના ભાજપના આગેવાનો,રાજયના મંત્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ADVERTISEMENT

જાણો ક્યારે નીકળશે યાત્રા

  • 12 ઓક્ટોબર બહુચરાજીથી માતાનો મઢ
  • 12 ઓક્ટોબર દ્વારકાથી પોરબંદર
  • 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજી,ઝાંઝરકા થી સોમનાથ
  • 13 ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ
  • 13 ઓક્ટોબર ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા – ઉનાઇ માતાથી અંબાજી

    follow whatsapp

    ADVERTISEMENT