ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં વિકાસના લોકાર્પણના બહાને BJPનું શક્તિ પ્રદર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/કપડવંજ: ગુજરાતમાં આગામી 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને જેને લઈને સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. જે અંતર્ગત સરકારે કરેલા વિકાસના કાર્યોને પ્રજા સમક્ષ મૂકી પ્રજાનો વિશ્વાસ જીતી વોટ બેન્ક ઊભી કરવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. ખેડા જિલ્લામાં એક બાદ એક મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

થોડા દિવસ પહેલા નડિયાદ અને ઠાસરામાં લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાયા હતા. જ્યારે આજે જિલ્લાના કપડવંજમાં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 154 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પરંતુ આજે કપડવંજમાં યોજાયેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ ભાજપનું શક્તિ પ્રદર્શન હોય તેમ જાતે મુખ્ય દંડક જણાવી રહ્યા હતા.

ADVERTISEMENT

કપડવંજમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, કપડવંજ વિધાનસભા હાલ કોંગ્રેસ પાસે છે, છતાં પણ આજે આટલી મોટી જન્મેદની એ શક્તિ પ્રદર્શન છે. આ કપડવંજ વિધાનસભા આપણી પાસે નથી. આ વિધાનસભા કોંગ્રેસ પાસે છે, પણ આજે જે જનમેદની છે, અને અહીંના જે કાર્યકર્તાઓ છે એ તમામ કાર્યકર્તાઓએ ભેગા થઈ, સંગઠિત થઈ અને આજે જે શક્તિનું પ્રદર્શન કર્યું છે. અમારા સૌ નેતાઓ દ્વારા જે સીટો ખેડા જિલ્લાની અંદર નથી એ ત્રણેય સીટો અમે તમને લાઈને આપવાના છીએ અને એ આજે આ શક્તિનું પ્રદર્શન અહીં થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, હજુ ઘણા બધા રોડ, રસ્તાઓ માન્ય મુખ્યમંત્રી દ્વારા આપવાના છે. નવા જોબ નંબરો આપવાના છે. સમયના અભાવે અહીં જાહેરાત કરી શકતા નથી. પણ ઘણા બધા કામો થવાના છે, અને ફાઈલ પેન્ડીંગમાં છે. પણ ક્લિયર થઈ જશે અને ઘણા બધા વિકાસના કામો પણ થવાના છે ત્યારે આપણે નેમ લઈને અહીંથી ઉઠી શું, કે આ વિધાનસભા આપણે ચોક્કસપણે લાઈશુ એની આપણે સૌ ખાત્રી આપીએ.”

ADVERTISEMENT

ADVERTISEMENT

ખેડાની 3 બેઠકો પર છે કોંગ્રેસનો કબજો
ખેડા જિલ્લામાં 6 બેઠક પૈકી ત્રણ બેઠક નડિયાદ, માતર અને મહેમદાવાદ ભાજપ પાસે છે જ્યારે કપડવંજ, ઠાસરા અને મહુધા કોંગ્રેસ પાસે છે અને આ બેઠકો કોંગ્રેસનો ગઢ છે અને એવામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપ અવારનવાર એડી ચોંટીનું જોર લગાવી ચૂક્યું છે. પરંતુ આ વખતે વિકાસની લહાણી કરી મતદારોને આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.

કપડવંજ, ઠાસરા અને મહુધા બેઠક પર ભાજપની નજર
મહત્વનું છે કે ઠાસરા વિધાનસભા હસ્તગત કરવા માટે ભાજપ દ્વારા ગત વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રામસિંહ પરમારને ભાજપમાં લાવ્યા અને ભાજપમાંથી ચૂંટણી લડ્યા પરંતુ આંતરિક વિખવાદને લઈને ભાજપે આ સીટ ગુમાવી પડી. હવે જિલ્લામાં ભાજપની નજર ઠાસરા, કપડવંજ અને મહુધાની બેઠકો પર છે. આ ત્રણેય બેઠકો પર હજી પણ વિકાસ જોવા નથી મળી રહ્યો અને જેને લઈને સરકાર વિકાસના નામે લોકાર્પણ અને ખાતમુહુર્તની લહાણી કરી રહી છે.

એટલું જ નહીં હજુ પણ વિકાસના કાર્યો કરવા માટેની પણ જાહેરાત કરાઈ છે, ત્યારે ચૂંટણી આવી અને વિકાસની લાણીઓ લઈ આવી. આ વાત હાલ લોકોના મુખે ચર્ચાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ગઢવાળી કપડવંજ, ઠાસરા અને મહુધા બેઠક પર વિકાસની લાણી ભાજપ માટે ફાયદાકારક બનશે કે કેમ તે જોવું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT