BJPનો ચૂંટણી ઢંઢેરો: UP જેવો કડક કાયદો ગુજરાતમાં લાવશે ભાજપ, તોફાનીઓની હવે ખેર નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આજે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં એક ખાસ બાબતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ ચૂંટણી ઢંઢેરામાં યુ.પી જેવા એક કાયદાને લાગુ કરવાની વાત કરવામાં આવી છે. જે મુજબ રમખાણો કે હિંસક પ્રવૃત્તિઓ કરનારા અસામાજિક તત્વોની મિલકત જપ્ત કરી તેમની પાસેથી નુકસાનની વસૂલાત કરવામાં આવશે. હાલમાં દેશમાં માત્ર 3 રાજ્યોમાં જ આ કાયદો લાગુ છે. જો ગુજરાતમાં પણ તે લાગુ થશે તો આમ કરનારું ગુજરાત ચોથું રાજ્ય બની જશે.

તોફાનો-પ્રદર્શનોમાં નુકસાનની વસૂલી માટે ભાજપ બનાવશે કાયદો
ભાજપના ચૂંટણી ઢંઢેરા મુજબ, રાજ્યમાં રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત માટે કાયદો ગુજરાતમાં લાવવામાં આવશે. હાલમાં આ પ્રકારનો રિકવરી ડેમેજ એક્ટ ઉત્તર પ્રદેશ હરિયાણા અને મધ્ય પ્રદેશમાં લાગુ કરવામાં આવેલો છે.

UPમાં ડેમેજ રિકવરી કાયદામાં શું છે જોગવાઈઓ?
પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 2020ને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપી હતી. જેમાં આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો છે. તેમાં હડતાળ, તોફાન અને ઉપદ્રવમાં સાર્વજનિક અને ખાનગી સંપત્તિને થયેલ નુકસાન ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવશે. સરકારી અથવા પ્રાઈવેટ સંપત્તિના નુકસાનની ભરપાઈ માટે પોલીસની કાર્યવાહી પર થનારો ખર્ચ પણ દોષીએ જ ભરવાનો રહેશે.આ માટે રાજ્યના સરકાર નિવૃત્ત જિલ્લા જજની અધ્યક્ષતામાં ક્લેઇમ ટ્રિબ્યૂનલ બનાવશે. તેના નિર્ણયને કોઈપણ અન્ય કોર્ટમાં પડકારી નહીં શકાય. આટલું જ નહીં ટ્રિબ્યૂનલ પાસે આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો પણ અધિકાર હશે. સાથે જ તે અધિકારીઓને આરોપીનું નામ, એડ્રેસ અને ફોટોગ્રાફ પ્રચારિત અને પ્રસારિત કરવાનો આદેશ આપશ જેથી અન્ય લોકો તેની સંપત્તિ ન ખરીદે.

ADVERTISEMENT

યુનિફોર્મ સિવિલ કોડ પણ લાગુ કરશે ભાજપ
નોંધનીય છે કે, ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અન્ય બે ખાસ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ થાય તે સુનિશ્ચિત કરશે. સાથે જ ‘એન્ટી રેડિક્લાઈઝેશન સેલ’ બનાવશે જે દેશ વિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT