‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ બાદ 2022ની ચૂંટણીમાં આ નવા સૂત્રથી ભાજપ વિરોધીઓને નબળા પાડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી થોડા દિવસોમાં જ ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. તેવામાં તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપે પણ ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે, જેના ભાગ રૂપે આજથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની શરૂઆત કરાવી છે. બીજી તરફ આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને આકર્ષવા માટે ભાજપે (BJP) નવું સ્લોગન બનાવ્યું છે.

ભાજપનો ચૂંટણી પ્રચાર રથ વિવિધ જિલ્લામાં ફરશે
ગુજરાતમાં ગઈકાલે કમલમ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સહિતના હોદ્દેદારોએ ચૂંટણી પ્રચાર માટે LED રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યભરની વિવિધ બેઠકો અને જિલ્લાઓ પર આ રથ ફરીને મતદારોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે. ત્યારે આ રથ પર ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોગન લખેલા જોવા મળી રહ્યા છે, જેના આધારે ભાજપ આ વખતની ચૂંટણીમાં મતદારોને આકર્ષશે અને વિરોધીઓને નબળા પાડવાનો પ્રયાસ કરશે.

ADVERTISEMENT

2017માં ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ સ્લોગન આપ્યું હતું
નોંધનીય છે કે આ અગાઉની 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હું છું વિકાસ, હું છું ગુજરાત સ્લોગન આપ્યું હતું. જેના આધારે ચૂંટણી લડીને જીતી પણ હતી. જોકે તે દરમિયાન જ ‘વિકાસ ગાંડો થયો છે’ સ્લોગન પણ ખૂબ વાઈરલ થયું હતું. ત્યારે હવે 2022ની ચૂંટણીમાં આ વખતે ભાજપ ‘ભરોસાની ભાજપ સરકાર’ નારો ઘેર ઘેર પહોંચાડશે.

    follow whatsapp

    ADVERTISEMENT