ચૌધરી સમાજને રિઝવવા ભાજપનો માસ્ટર સ્ટ્રોક! થરાદથી આ દિગ્ગજને આપી ટિકિટ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

 થરાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દેવામાં આવી છે. આ દરમિયાન ઘણા નવા ચહેરા, યુવાનો અને મહિલાઓને ચૂંટણીના મેદાનમાં ભાજપે તક આપી છે. આને જોતા છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સરકારથી આ સમાજ નારાજ ચાલી રહ્યો હતો. તેને રિઝવવા માટે જાણે ભાજપે માસ્ટ્રર સ્ટ્રોક રમ્યો હોય એમ લાગી રહ્યું છે. જાણો થરાદ બેઠક પરથી કોને મળી ટિકિટ…

થરાદ બેઠક પર નરેન્દ્ર મોદીના વિશ્વાસુને મળી ટિકિટ!
ઉત્તર ગુજરાતનો મુખ્ય ચહેરો ગણાતા એવા શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ટિકિટ મળી ગઈ છે. તેઓ એશિયાની સૌથી મોટી ડેરી એવી બનાસ ડેરીના ચેરમેન છે. વળી તેમના સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ઘણા સારા છે. તેવામાં જોવા જઈએ તો વડાપ્રધાન મોદીના ઉત્તર ગુજરાતના તમામ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો અથવા ઈવેન્ટ્સના આયોજન સહિતના કાર્યો શંકર ચૌધરી જ જોવામાં આવતું હોય છે.

શંકર ચૌધરી અગાઉ વાવથી ચૂંટણી લડી ચૂક્યા છે
ગત ચૂંટણીની વાત કરીએ તો શંકરસિંહ ચૌધરી વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે થરાદ બેઠક પર ચૌધરી સમાજનું પ્રભુત્વ જોરદાર રહ્યું છે. તેવામાં અહીંથી શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

ADVERTISEMENT

ઘણા પરિબળો છે જવાબદાર…
શંકરસિંહ ચૌધરી છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી દૂર હતા પરંતુ તેમના સંબંધ વડાપ્રધાન મોદી અને આનંદીબેન પટેલ સાથે ઘણા સારા છે. તેથી તેમને ટિકિટ ફાળવવામાં આવી હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે. તથા અત્યારે વિપુલ ચૌધરીની ધરપકડના કારણે ચૌધરી સમુદાયમાં સરકાર વિરોધી લહેર જોવા મળી હતી. તેવામાં શંકર ચૌધરીનું સમાજમાં મોટુ નામ છે. જેના કારણે ભાજપમાં ચૌધરી સમાજના પ્રતિનિધિ તરીકે તેમને ઉતારીને પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો હોય એમ લાગી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT