BJPના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારીનો મુદ્દો ગાયબ, શિક્ષણ, રોજગારી અને વિકાસ પર વધુ ભાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ પ્રથમ તબક્કાની ચૂંટણીના પાંચ દિવસ પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જોકે આ વખતે વિવિધ સર્વેમાં મોંઘવારી તથા બેરોજગારીનો મુદ્દો ચૂૂંટણીમાં મોટો રહેશે તે સામે આવ્યું હતું. ત્યારે ભાજપના આ ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારીનો મુદ્દો ગાયબ છે, જ્યારે વિકાસ, રોજગારી તથા શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા તેમના ચૂંટણી ઢંઢેરામાં ફ્રી વીજળીની વાત કરવામાં આવી હતી. કોંગ્રેસે ગેસનો બાટલો રૂ.500માં આપવાનું વચન આપ્યું છે. જોકે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વીજ બિલમાં રાહત કે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવા સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કેટલાક સર્વેમાં લોકોએ મોંઘવારી અને બેરોજગારી ચૂંટણીમાં ખાસ મહત્વપૂર્ણ રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારે ખાસ જોવાનું રહેશે કે ભાજપ પોતાના સંકલ્પથી મતદારોને આકર્ષી શકશે કે નહીં.

ભાજપના ચૂંટણી ઢંઢેરાની ખાસ બાબતો

ADVERTISEMENT

  • પશુધનની સારસંભાળા માટે ગૌશાળાઓ માટે વધારાના 500 કરોડના બજેટ સાથે માળખાકીય સુવિધા મજબૂ કરાશે.
  • આયુષ્માન ભારત હેઠળ વાર્ષિક રૂ.10 લાખની મર્યાદામાં સારવાર નિઃશુલ્ક મળશે.
  • રૂ.10000 કરોડના નવા સ્વાસ્થ્ય ભંડોળનું નિર્માણ કરી 3 નવી સિવિલ અને 2 AIMIS બનાવાશે.
  • મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ હેઠળ રૂ.10000 કરોડના ખર્ચે 20,000 શાળાઓને અપગ્રેડ કરાશે.
  • રાજ્યમાં 4 નવી ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરાશે.
  • શ્રમિકોને રૂ.2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરાશે.
  • આદિવાસીઓના વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ રૂ.1 લાખ કરોડનો ખર્ચ
  • આદિવાસી વિસ્તારમાં 56 તાલુકાઓમાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું.
  • KGથી PG સુધી તમામ મહિલાઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું.
  • મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના
  • આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરીશું.
  • યુવાનો માટે રોજગારી ઊભી થાય તે માટે આદિવાસી વિસ્તારમાં 8 GIDCની સ્થાપના
  • ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઈન્ડસ્ટ્રી પર ખાસ ધ્યાન અપાશે.
  • રમાખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત માટે કાયદો

    follow whatsapp

    ADVERTISEMENT