ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપનો દબદબો, જનતા આપશે આપ અને કોંગ્રેસને મોકો?
અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે . ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી…
ADVERTISEMENT
અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે . ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે હવે ભાજપના ગુજરાતમાં મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપને સત્તાથી દૂર કરવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. ત્યારે ભાવનગર પૂર્વ બેઠક ભાજપનું જાણે ઘર થઈ ગયું હોય તે રીતે ભાજપના ઉમેદવાર જીતે છે. ત્યારે આ જંગમાં જનતા કોને વિધાનસભાનો માર્ગ બતાવશે અને કોને હારનો સ્વાદ ચાખડશે તે જોવાનું રહ્યું.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012થી 104 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે.
ભાવનગરની સ્થાપના 1723માં ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું.ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળ ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. જેમાં રૂવા, તરસીમિયા, માલાન્કા, અકવાડાને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત ભાવનગર મહાનગર પાલિકાના કેટલાક વોર્ડ પણ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. ભાવનગરના પૂર્વ વિધાનસભા બેઠકમાં એરપોર્ટ, ઘોઘાસર્કલ, અકવાડા લેક સહિત યશવંતરાય નાટ્યગૃહ જેવા વિસ્તારો આવેલા છે.
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાની બેઠક
ભાવનગર જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકો આવેલી છે. જેમાં મહુવા – 99, તળાજા – 100, ગારીયાધાર – 101, પાલીતાણા – 102, ભાવનગર – ગ્રામ્ય – 103, ભાવનગર પૂર્વ – 104, ભાવનગર પશ્ચિમ – 105નો સમાવેશ થાય છે. આ બેઠકો ભાવનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.
2017નું સમીકરણ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6 પુરુષ ઉમેદવારો અને 6 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 3 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. ભાવનગર ઇસ્ટ બેઠક પર વર્ષ 2017માં કુલ 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 2 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
ADVERTISEMENT
ભાવનગર પૂર્વ બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. 2017માં આ બેઠક પર કુલ 64.62% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે વિભાવરીબેન દવેને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે નીતાબેન રાઠોડને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 54.92% એટલેકે 87323 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 40.84% એટલેકે 64881 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવેએ બાજી મારી હતી. 2017માં આ બેઠક માટે 4 ઉમેદવારો મેદાને રહ્યા હતા.
ADVERTISEMENT
આ કારણે બેઠક છે ચર્ચામાં
ભાવનગર પૂર્વબેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે વર્ષ 1990થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતત જીતતા આવે છે. આ બેઠક પર 10 વખત ચૂંટણી થઇ છે જેમાંથી ભાજપને 7 વખત વખત લોકોએ ચૂંટ્યા છે. ભાજપ માટે આ બેઠક જીતવી ખુબ સરળ છે પરંતુ આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે લોઢાના ચણા બરાબર છે.
ચર્ચાનો વિષય
ભાવનગર પૂર્વ બેઠક પર વીબાહવરીબેન દવેનો દબદબો રહ્યો છે. આ દરમિયાન વર્ષ 2022ની ચૂંટણીમાં વિભાવરીબેન દવેના સ્થાને સેજલ પંડયાને મેદાને ઉતારવામાં આવ્યા છે.
મતદારો
ભાવનગર પૂર્વ બેઠક પર કુલ 265541 મતદારો છે. જેમાંથી 135127 પુરુષ મતદારો છે જયારે 130411 સ્ત્રી મતદારો છે અને અને 3 અન્ય મતદાર છે.
2022માં આ ઉમેદવારો છે મેદાને
ભાજપ- સેજલ પંડયા
કોંગ્રેસ- બળદેવસિંહ સોલંકી
આપ – હમીર રાઠોડ
રાઇટ ટુ રિકોલ પાર્ટી- મૃદંગસીહ ચુડાસમા
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા- અરુણ મહેતા
અપક્ષ- હર્ષ ગોકલાણી
બસપા- કિશોરસિંહ ગોકલાણી
ભાજપનો ગઢ
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1990થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપનું નેતૃત્વ પસંદ કરે છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે. ભૂતકાળમાં મહેન્દ્ર ત્રિવેદી અહીંથી ભાજપને જીત અપાવતા હતા.
રાજકીય ઇતિહાસ
આ બેઠક પર 10 વખત ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ આ બેઠક પર ફક્ત 1 વખત ચૂંટણી જીતી છે. જયારે ભાવનગર પૂર્વની જનતાએ ભાજપને 7 વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. આ ઉપરાંત BJS અને INC(I) એક-એક વખત ચૂંટણી જીત્યા છે.
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1975- BJSના ઉમેદવાર નગીનદાસ શાહ વિજેતા થયા.
1980-INC(I) ઉમેદવાર રસિકલાલ શાહ વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર દિગંત ઓઝા વિજેતા થયા.
1990- ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ત્રિવેદી વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ત્રિવેદી વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ત્રિવેદી વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ત્રિવેદી વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે વિજેતા થયા.
2012- ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે વિજેતા થયા.
2017 – ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે વિજેતા થયા
ADVERTISEMENT