ચૂંટણી પહેલા આણંદ ભાજપમાં જુથવાદ ચરમસીમાએ, જીલ્લા પ્રમુખે કરોડોની કટકી કર્યાની ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ: આણંદ ભાજપ જીલ્લા પ્રમુખ વિપુલ પટેલ વિરુદ્ધ પાર્ટીના ઉપપ્રમુખ સહીત જિલ્લા પંચાયતના સભ્યો અને જુદા જુદા ગામના સરપંચો દ્વારા લેખિતમાં કેન્દ્રીય મોવડી મંડળને લખાયેલ લેટર વાયરલ થતા આણંદ ભાજપમાં ચાલતો જુથવાદ અને કકળાટ બહાર આવ્યો છે. જેને લઈને આણંદમા રાજકારણ ગરમાયું છે.

ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ
આણંદ જીલ્લાની વિધાનસભા બેઠકો જીતવા માટે ભાજપ પોતાની પકડ મજબુત કરી શકી નથી. અને એટલે જ પહેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આણંદ જીલ્લા કાર્યાલય કમલમના ઉદ્ઘાટન વખતે કાર્યકરોનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખી સંગઠનને મજબુત કરવાનો પ્રયત્ન કરાયો હતો, એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આણંદમાં સંગઠન કાચું ન પડે એ માટે સભા સંબોધી કાર્યકરોમાં નવો જોમ ઉમેરી સંગઠન મજબુત કરવાનો પ્રયત્ન કર્યો હતો. છતાંય આજે આણંદ ભાજપ જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ વિરુધ્ધ પાર્ટીના ઉપપ્રમુખ સહીત જિલ્લા પંચાયતના સભ્યો અને જુદા જુદા ગામના સરપંચો દ્વારા લેખિતમાં કેન્દ્રીય મોવડી મંડળને પત્ર લખીને વિપુલ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હોવાનો લેટર વાયરલ થઈ રહ્યો છે.

જિલ્લા પ્રમુખ વિરુદ્ધ મોવડી મંડળને ફરિયાદ
વાયરલ પત્રમાં લખવામાં આવેલ મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો તેમાં વિપુલ પટેલ કરોડો રૂપિયાની ખાયકી કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આણંદ સાંસદ મિતેષ પટેલ સાથે પણ ઘણા સમયથી સંબંધોમાં કડવાશ હોવાની વાત બહાર આવી છે. વિપુલ પટેલ અધિકારી, પદાધિકારીઓને જાહેરમાં અપમાનિત કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. સોજીત્રા વિધાનસભાની ચૂંટણીમાં ગત 2012 અને 2017માં હાર થઇ હોવા છતાં પોતાને જ ટિકિટ મળે તેવી ગોઠવણ કરતા સોજીત્રા વિધાનસભા ભાજપમાં ભારે નારાજગી છે. વિપુલ પટેલને સોજીત્રા વિધાનસભાની ટિકિટ મળશે તો ભાજપ 10 હજાર કરતા વધારે મતોથી હારશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ પત્રમાં કરાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય પુનમભાઇ કે જેઓ ધારાસભ્ય બનવાની લાયકાત ધરાવતા નથી. પરંતુ આપણા પક્ષના વિપુલભાઇ જેવા તોછડા અને ઘમંડી ઉમેદવારના કારણે તેઓ આસાનીથી જીતી જાય છે. તેવો ઉલ્લેખ કરાયો છે.

ADVERTISEMENT

જીલ્લા ભાજપ પ્રમુખે વાઈરલ પત્રમાં શું કહ્યું?
આ મુદે જ્યારે Gujarat Takની ટીમે આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ સાથે ટેલિફોનીક વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, “આ વિશે કશું કહેવુ નથી, સોશ્યલ મિડીયામાં વાઇરલ થાય એ વિશે કશું કહેવાય નઈ…”ચૂંટણી આવે અને આવા વાયરલ લેટર કે પત્રિકાઓ ફરતી થવાની બાબત અવાર નવાર સામે આવતી હોય છે. ખાસ કરીને ટિકિટ વાંચ્છુઓને જ્યારે ટિકિટ નથી મળતી અથવા તો ટિકિટ મળવાની કોઈ આશા ન દેખાતી હોય. ત્યારે આવા લેટર વાયરલ થતા હોય છે અને જે તે પક્ષને પણ નુકશાન પહોંચાડતા હોય છે.

આણંદમાં 7 માંથી 2 બેઠકો જ ભાજપ પાસે
ત્યારે મહત્વનુ છે કે, આણંદ જીલ્લાની 7 વિધાનસભા પૈકી 2 વિધાનસભા બેઠક જ ભાજપ પાસે છે. આણંદ વિધાનસભા બેઠક આંતરીક જૂથવાદના કારણે જ ગુમાવી પડી હતી. જ્યારે સોજીત્રામાં પણ નજીવા મતોથી ભાજપે બેઠક ગુમાવી પડી હતી. ત્યારે હવે ગુજરાતમા વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આણંદ જીલ્લામા બીજા તબક્કામાં મતદાન થવાનુ છે ત્યારે વાયરલ થયેલ લેટરને લઈને આણંદ ભાજપ સંગઠનમાં જ આંતરીક જૂથવાદ અને ખાસ કરીને આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલની કામગીરીથી આણંદ જિલ્લા ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ભારે નારાજગી સામે આવતા જીલ્લાની સાતેય બેઠકો જીતવાનો દાવો કરતુ ભાજપ કેટલી બેઠકો જીતે છે તે તો આવનાર સમયમા જ જોવા મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT