BJPના પેજ પ્રમુખ સહિતના દિગ્ગજો AAPને જીતાડવા કાર્યરત છે! રાઘવ ચઢ્ઢાનું ચોંકાવનારું નિવેદન
અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. તેમણે પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. તેમણે પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન AAPના યુવા નેતા રાઘવ ચઢ્ઢાએ ધનસુરામાં રોડ શો કર્યો હતો. જેમાં તેમણે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. કહ્યું કે ભાજપના દિગ્ગજો અત્યારે આમ આદમી પાર્ટીને જિતાડવા માટે કાર્યરત છે.
BJPના દિગ્ગજો AAPને જીતડવા કાર્યરત- રાઘવ
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનું તોફાન આવ્યું છે. અમે જ્યાં પણ ગયા છીએ ત્યાં દરેક ગલીઓમાં માત્ર એક જ શબ્દ સંભળાય છે એ છે પરિવર્તન. અત્યારે આનો અર્થ છે કે અરવિંદ કેજરીવાલ. સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી તરફ છે. હવે ભાજપના મોટા દિગ્ગજોથી લઈ સંગઠન મંત્રીઓ ભલે ભાજપમાં હોય પરંતુ કામ આમ આદમી પાર્ટીને જીતાડવાનું કરી રહ્યા છે. અત્યારે એક તક AAPને આપશે.
AAP જનતાની A ટીમ છે- રાઘવ ચઢ્ઢા
કોંગ્રેસ અમને ભાજપની B ટીમ કરે છે અને ભાજપ અમને કોંગ્રેસની B ટીમ કહે છે. પરંતુ આમ આદમી પાર્ટી તો જનતાની A ટીમ છે. AAP કોઈ મોટા નેતા અથવા બિઝનેસ મેનની નથી. ગુજરાતમાં AAPને સ્થાનિક લોકો અને સામાન્ય જનતા ચલાવે છે. ગુજરાતમાં ચમત્કાર થશે. ભ્રષ્ટ સરકારને ભગાવી દેવામાં આવશે. ગુજરાતના લોકોએ 35 વર્ષ કોંગ્રેસ અને 27 વર્ષ ભાજપને આપ્યા છે તો 5 વર્ષ આમ આદમી પાર્ટીને પણ આપવા જોઈએ અને જનતા આપશે.
ADVERTISEMENT
બંને પાર્ટીઓ પરિવર્તનથી ડરી ગઈ છે- રાઘવ ચઢ્ઢા
ભાજપ અને કોંગ્રેસ માત્ર આમ આદમી પાર્ટી પર જ નિશાન સાધે છે. બંને પાર્ટીઓ ગુજરાતમા આવતા પરિવર્તનથી ડરી ગયા છે. નોંધનીય છે કે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ધનસુરામાં રોડ શો કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં ભેગી થયેલી ભીડને જોઈને ભાજપ અને કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ હતી.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT