BJPના વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહિત કાર્યકરે ‘પાકિસ્તાન ઝીંદાબાદ’ના નારા લગાવ્યા, VIDEO વાઈરલ
મોડાસા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલા આપત્તિનજક નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપના હાદ્દેદારો અને કાર્યકરો રસ્તા…
ADVERTISEMENT
મોડાસા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલા આપત્તિનજક નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપના હાદ્દેદારો અને કાર્યકરો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે મોડાસા ચાર રસ્તા પાસે પણ પાકિસ્તાનના વિરોધ માટે ભાજપના નેતાઓ એકઠા થયા હતા. જોકે અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હતા. એવામાં બે ઘડી માટે તો ભાજપના જ નેતાઓ ચોંક્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનના મંત્રીના આપત્તિજનક નિવેદનનો વિરોધ
અરવલ્લીના જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પાકિસ્તાનના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોડાસા ચાર રસ્તા પાસે તમામ નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. જેમાં એક મહિલા કાર્યકર નારા લગાવે છે કે, પાકિસ્તાન તેરી દાદાગીરી નહીં ચલેગી…નહીં ચલેગી… આ સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવા જતા એક કાર્યકર અતિ ઉત્સાહમાં આવીને પાકિસ્તાન ‘ઝિંદાબાદ’ બોલી નાખે છે. આ સાંભળતા જ ભાજપના અગ્રણીઓ પણ ચોંકી જાય છે. બીજી બાજુ કાર્યકરને પણ ભૂલ સમજાતા તે ચૂપ થઈ જાય છે. ભાજપના નેતાઓને જ આ રીતે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં તો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
મોડાસા ચાર રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના નારા વચ્ચે અતિ ઉત્સાહમાં આવેલા ભાજપનો કાર્યકર ભાન ભૂલી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ બોલતા અગ્રણીઓ ચોંકી ઉઠ્યા જેને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે#BJP #VideoViral #Modasa pic.twitter.com/uhAz4sPOTr
— Gujarat Tak (@GujaratTak) December 19, 2022
ADVERTISEMENT
કેમ થઈ રહ્યો છે બિલાવલ ભુટ્ટોનો વિરોધ
નોંધનીય છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ જરદારી ભુટ્ટો ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ હદો પાર કરી દીધી હતી. ભારતના વિદેશમંત્રી તરફથી 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને પનાહ આપવાની ટિપ્પણી પર પાકિસ્તાનના મંત્રીએ ભારતના પ્રધાનમંત્રી વિશે કહ્યું કે, હું ભારતને કહેવા ઈચ્છું છું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ‘ગુજરાતનો કસાઈ’ હજુ પણ જીવે છે અને ભારતના પ્રધાનમંત્રી છે. જેને લઈને દેશભારમાં બિલાવલ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT