આદિવાસી બેઠકો પર ભાજપે મેળવી મોટી જીત, કોંગ્રેસની હારનું આ છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા  ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસિક વિજય મેળવ્યો છે અને આ બમ્પર જીતની અંદર આદિવાસી વિસ્તારની જીત પણ ખૂબ જ મહત્વની છે કારણ કે ભાજપ આદિવાસી વિસ્તારમાં ભગવો લહેરાવવામાં સફળ રહ્યો છે. જીત પાછળ આછે કારણ

ભાજપે આદિવાસી અનામતની 27માંથી 24 બેઠકો પર જીત હાંસલ કરી છે.  વર્ષ 2017માં 27 બેઠકોમાંથી માત્ર 12 બેઠકો બીજેપીને મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કોંગ્રેસના મજબુત ગઢમાં તેઓ ગાબડું પાડી ન શક્યા જ્યાં ગાબડું ભુપેન્દ્ર પટેલની સરકારે પાડ્યું છે.

કોંગ્રેસને મળી ફક્ત 3 બેઠકો
ગુજરાતમાં કોંગ્રેસની મજબુત વોટ બેંક માં ગાબડું પાડીને બીજેપીએ 27 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો જીતી છે, જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં 17 બેઠકો જીતી હતી જે આ વખતે જેમાંથી માત્ર 3 જ બેઠક કોંગ્રેસ ને મળી છે..

ADVERTISEMENT

કોંગ્રેસના નેતાઓને આવકાર્યા 
ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી કોંગ્રેસની મજબૂત આદિવાસી વોટબેંક 27 બેઠકો પર હતી, ભારતીય જનતા પાર્ટી તે બેઠકો વધુમા વધુ જીતે તે માટે તમામ પ્રયાસ કરી રહી હતી અને તે માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઘણા મોટા આદિવાસી નેતાઓને પોતાના પક્ષમાં લાવવામાં આવ્યા હતા જેમ કે સૌથી મોટું નામ હતું કોંગ્રેસમાંથી 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહન સિંહ રાઠવા, જેઓ છોટાઉદેપુરથી જીત્યા હતા, તેમની સાથે ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને તેમના જેવા ઘણા આદિવાસી નેતાઓ હતા. ઉપરાંત લોકલ લેવલના મજબૂત આદિવાસી નેતાઓને પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં લાવવામાં આવ્યા હતા.

માઇક્રોપ્લાનિંગ આવ્યું કામ 
ચુંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુર, ભરૂચ, દક્ષિણ ગુજરાતના દાહોદ જેવા આદિવાસી જિલ્લાઓમાં જાહેરસભાઓ યોજી હતી.અને બીજેપીએકરેલી માઇક્રો પ્લાનીંગ ના કારણે 27 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો જીતી છે. આદિવાસી સમાજનાં મોટા આદિવાસી નેતા ગણાતા છોટુભાઈ વસાવા કે જેઓ ભરૂચ જીલ્લાની ઝગડીયા વિધાનસભા બેઠક કે જ્યાંથી છોટુ વસાવા સતત 7 વખત જીતતા હતા,જેમને પણ આ વખતે ભાજપે પરાજય આપ્યો છે. કોંગ્રેસે આદિવાસી વિસ્તારની ત્રણ બેઠકો જીતી છે, જેમાં બનાસકાંઠાના દાતામાંથી કાંતિ ખરાડી, ખેડબ્રહ્મામાંથી તુષાર ચૌધરી, વાસદામાંથી અનંત પટેલનો વિજય જીત્યાં છે.

ADVERTISEMENT

આ કારણે થઈ સુખરામ રાઠવાની હાર 
આ વખતે ચૂંટણી પ્રચારમાં બીજેપી એ આદિવાસી બેઠક પર ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. ચૂંટણીના થોડા મહિના પહેલા જ કોંગ્રેસના મજબૂત નેતાઓ સહિત અનેકને કોંગ્રેસમાંથી બીજેપીમાં લાવવામાં આવ્યા હતા. આ સાથે ભાજપની આ જીતમાં આમ આદમી પાર્ટીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાની પાવી જયપુર વિધાનસભા બેઠકની જ્યાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પાવી જેતપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપ સામે કે જયંતિ રાઠવા હતા પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાધિકા રાઠવા છે. જે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદની પુત્રી છે, જેમણે કોંગ્રેસના મતોનો સારો હિસ્સો છીનવી લીધો હતો, જેના કારણે વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર થઈ હતી.

ADVERTISEMENT

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ભાજપે નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પણ 28 હજાર મતોથી જીતી છે જે અગાઉ કોંગ્રેસ પાસે હતી, ડાંગ જિલ્લામાંથી ગણદેવી અને ડાંગ બંને બેઠકો ભાજપે જીતી છે, તેવી જ રીતે માંડવી, વ્યારા, નિઝર બેઠકો પણ ભાજપે જીતી છે. કોંગ્રેસ પાસેથી જીત મેળવી છે, તેવી જ રીતે દાહોદ જિલ્લાની ઝાલોદ, ગરબાડા, દાહોદ બેઠકો પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે, જિલ્લાની તમામ 6 બેઠકો હવે ભાજપ પાસે આવી ગઈ છે. પરંતુ ચુંટણી પહેલા તાપી પાર નર્મદા નદી લિંક પ્રોજેક્ટ સામે વિરોધનો મુદ્દો ઉઠાવીને વાસદા ચર્ચામાં આવ્યું હતું. આ સીટના કોંગ્રેસી ધારાસભ્ય પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા છે, જે બતાવે છે કે સક્રિય રાજનીતિમાં કાયમી રહેનારા સમાજના મુદ્દાઓને ઉઠાવનાર કોંગ્રેસી નેતા જીતે છે,

ભાજપે અપનાવી આ નીતિ
ભાજપે અહીં પોતાનો એક જ મંત્ર અપનાવ્યો છે કે જેની સામે તમે જીતી ન શકો, તેમને તમારી સાથે સામેલ કરો, જેનાથી તમારી તાકાત વધે છે અને એ જ રીતે ભાજપે ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસની મજબૂત ગણાતી વોટ વોટ બેન્ક છે, જે કોઈને તોડી શકે તેમ ન હતું .પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી તેને તોડવામાં સફળ રહી છે.જેમાં આગમાં ઘી નાખવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે.

આપનો વધ્યો વૉટશેર
આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં પોતાનો વોટ શેર વધાર્યો છે અને ડેડિયાપાડામાં એક બેઠક પણ જીતી છે, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.

મોદીએ અપનાવી આ નીતિ 
વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વિકાસ અને પ્રવાસનનું મોડેલ બનાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ 1 નવેમ્બરે પંચમહાલ જિલ્લાના જાંબુ ઘોડામાં રેલી યોજી હતી ત્યારે તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં પ્રવાસનનો વિકાસ થઈ રહ્યો છે. આપણે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસનનો ઘણો વિકાસ કર્યો છે, જેના કારણે આદિવાસી સમાજને ઘણી રોજગારી મળી રહી છે, તેની સાથે આપણે આદિવાસી સમાજના ગૌરવશાળી સ્થળોનો પણ વિકાસ કરવાનો છે.

  સાંસદ મનસુખ વસાવાએ આપ્યું આ નિવેદન 
સાંસદ મનસુખ વસાવા કહે છે કે અમારી સરકારોએ ભાજપના શાસનમાં આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ અને રોજગારી માટે ઘણું કામ કર્યું છે, વડાપ્રધાન મોદી જ્યારે ભરૂચ આવ્યા ત્યારે અમે કહ્યું હતું કે છોટુભાઈને હરાવીશું, અને ભરૂચ જિલ્લા ની 5 બેઠકો જીતીશુ જે અમે જીત્યા
કોંગ્રેસ પાર્ટી આદિવાસી જિલ્લાઓમાં માત્ર ચૂંટણીઓ માટે જ જાય છે, પરંતુ અમે હંમેશા લોકોને મળીએ છીએ પછી ભલે ચૂંટણી હોઈ કે ન હોઈ
, અમે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરીએ છીએ અને સતત પ્રજા સાથે રહીએ છે.આ વખતે વિધાનસભા ની ચૂંટણીમાં કોંગ્રેસની સુસ્ત સ્થિતિને કારણે આપ પણ પગપેસારો કરી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT