BJP આવતી કાલે જાહેર કરશે નિરીક્ષકોની યાદી, ઉમેદવાર નક્કી કરવા કવાયત
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી માટે દિવસરાત એક કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી માટે દિવસરાત એક કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ તો 73 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવાર જાહેર કરશે. ત્યારે હવે આવતી કાલે ભાજપ નરીક્ષકોની યાદી જાહેર કરશે.
ભાજપે ઉમેદવાર નક્કી કરવાની કવાયત હાથ ધરી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પક્ષ દ્વારા નિયત કરાયેલા નિરીક્ષકો આગામી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે.
ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરશે. સાંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોમાંથી નિરીક્ષકો બનશે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.
ADVERTISEMENT
નિરીક્ષકો રિપોર્ટ તૈયાર કરશે
આ તમામની દાવેદારોની સેન્સ લઈ અને ઉમેદવાર નક્કી કરવાની કવાયત હાથ ધરશે. તમામ કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોને મળી અને રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ આ નિરીક્ષકો તેમનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેંટરી બોર્ડને સોંપશે. આ રિપોર્ટ મુજબ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. અને ત્યારે બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT