182 બેઠક જીતવાના સપના જોનાર ભાજપનું આ બેઠક પર ઇતિહાસમાં ખાતુ જ નથી ખુલ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિકેત સંઘાણી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં સત્તા મેળવવા રાજકીય પક્ષો સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન 27 વર્ષથી સત્તા વનવાસ પર રહેનાર કોંગ્રેસ 125 બેઠક જીતવાના દાવા કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ કહી રહી છે કે પાતળી બહુમતીથી સરકાર બનાવશે ત્યારે ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠક જીતવાના દાવા કરી રહી છે ત્યારે ગુજરાતની સ્થાપનાથી તો અમુક બેઠક પર નવા સીમાંકન બાદ 7 બેઠક પર ભાજપ 1 વાર પ જીતનો સ્વાદ ચાખી શકી નથી. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા 27 વર્ષથી ભાજપનું એક હથ્થું ગુજરાતમાં શાસન કર્યું છે. ભાજપના મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે ગુજરાતને ગુજરાતની  2022ની ચૂંટણીને 2024 માટે સેમી ફાઇનલ ગણવામાં આવે છે ત્યારે ભાજપે આ ચૂંટણીમાં 182 બેઠક જીતવાનો દાવો કરી દીધો છે પરંતુ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર ભાજપને જીતવું એક સપનું બની રહ્યું છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને પોતાના પક્ષમાં તો લઈ લીધા પરંતુ હજુ આ બેઠકો પર ભાજપ જીતવા મરણિયા પ્રયાસ કર્યા પરંતુ હજુ ખાતું નથી ખોલાવી શકી.  ભાજપ માટે ગુજરાતની આ બેઠકો માથાના દુખાવા સમાન બની ચૂકી છે. જેમાં બોરસદ, ઝઘડીયા, આંકલાવ, વાંસદા, દાણીલીમડા, મહુધા, ગબરાડા અને વ્યારા બેઠક પર ભાજપને જીતવા માટે ધોળા દિવસે તારા દેખાઈ ચૂક્યા છે.

ગુરાત વિધાનસભાની બોરસદ બેઠક પર બે પેટાચૂંટણી સહિત કુલ 15 વખત ચૂંટણી થઈ છે. જેમાં 1962માં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર જીત્યા છે ત્યાર બાદ કોંગ્રેસે કોઈ ઉમેદવારને જીતવાની તક આપી નથી. ત્યાર બાદ ઝઘડીયા બેઠક પર 1962 થી લઈ 2017 સુધીમાં 13 વખત ચૂંટણી યોજાઇ. જેમાં કોંગ્રેસ, જનતા દળ, જનતા દળ (યુ) અને બીટીપી પક્ષના ઉમેદવાર જીત્યા છે, પરંતુ ભાજપને એક પણ મોકો મળ્યો નથી. જ્યારે વ્યારા બેઠક પર એક પેટા ચૂંટણી સહિત 14 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં તમામ વખતે કોંગ્રેસ જીત્યું છે. આ બેઠકના લોકો કોંગ્રેસ સિવાય કોઈ પણ પક્ષના ઉમેદવારને પસંદ નથી કરતાં. આ ઉપરાંત મહુધા બેઠક પર એક પેટા ચૂંટણી સહીત 12 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં ભાજપને જીતવું સપનું બન્યું છે. 

ADVERTISEMENT

આ બેઠકો ઉપરાંત  દાણીલીમડા બેઠક 2012માં નવા સીમાંકરણ બાદ અસ્તિત્વમાં આવી છે. જેમાં 2012 અને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના નવસારીના લોકસભા વિસ્તારની સીટ વાંસદા છે. આ બેઠક પર 5 વખત ચૂંટણી યોજાઇ છે. તેમાં પણ ભાજપને એક પણ વખત સફળતા મળી નથી. આ બેઠક પાટીલ માટે ખૂબ અગત્યની ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત ગબરાડા બેઠક પર બે વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં બંને વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે આંકલાવ બેઠક પર બે વખત ચૂંટણી યોજાઇ છે જેમાં પણ ભાજપને જીદનો સ્વાદ ચાખવા મળ્યો નથી.

આ બેઠક પર ભાજપની કોઈ રણનીતિ કામ જ નથી આવતી એક તરફી મતદાન જ થાય છે

ADVERTISEMENT

  • બોરસદ
  • ઝઘડીયા
  • આંકલાવ
  • મહુધા
  • દાણીલીમડા
  • વ્યારા
  • ગરબાડા

    follow whatsapp

    ADVERTISEMENT