BJPએ ગત ચૂંટણીમાં હારી ગયેલા 10 ઉમેદવારો પર વિશ્વાસ રાખ્યો, જાણો કોને ફરીથી ટિકિટ આપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ચૂકી છે. આ દરમિયાન ભાજપે આજે ગુરૂવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી લીધી છે. આ દરમિયાન ભાજપે ઘણા યુવા ચહેરાઓને તક આપી છે તો ઘણા દિગ્ગજોની ટિકિટ પણ કપાઈ છે. પરંતુ કેટલાક એવા પણ નેતાઓ છે જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા પરંતુ પાર્ટીએ ફરીથી તેમના પર વિશ્વાસ રાખી ટિકિટ આપી છે. ચલો આપણે એવા નેતાઓ પર નજર કરીએ…

10 એવા નેતા જે ગત ચૂંટણી હારી ગયા છતા ટિકિટ મળી…
ગત વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને ફરીથી ભાજપે તક આપી છે.

  • ભાજપે ભગવાનજી કરગઠિયાને ફરીથી તક આપી છે. તેઓ માંગરોળ બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે ગૌતમ ચૌહાણને ફરીથી તક આપી છે. તેઓ તળાજા બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે શંકર ચૌધરીને ફરીથી તક આપી છે. તેઓ થરાદ બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે ભીખુભાઈ પરમારને ફરીથી તક આપી છે. તેઓ મોડાસા બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે ભૂષણ ભટ્ટને ફરીથી તક આપી છે. તેઓ જમાલપુર ખાડિયા બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે કાળુભાઈ ડાભીને ફરીથી તક આપી છે. તેઓ ધંધૂકા બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે યોગેશ પટેલને ફરીથી તક આપી છે. તેઓ આણંદ બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે વિપુલ પટેલને ફરીથી તક આપી છે. તેઓ સોજિત્રા બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે માનસિંહ ચૌહાણને ફરીથી તક આપી છે. તેઓ બાલાસિનોર બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ભાજપે કનૈયાલાલ કિશોરીને ફરીથી તક આપી છે. તેઓ દાહોદ બેઠક પરથી ચૂંટણી લડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT