આમા કેવી રીતે ભણે ગુજરાત? સરકારી કોલેજમાં ચાલુ પરીક્ષાએ સરકારની ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ યોજાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/સિદ્ધપુર: રાજ્યભરમાં સરકાર દ્વારા ચાલી રહેલા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. પાટણના સિદ્ધપુર ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં સરકાર દ્વારા ચાલી રહેલા ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ યોજાયો. જ્યારે સરકારી અધિકારીઓને વિદ્યાર્થીઓના ભાવિ કરતા સરકારી કાર્યકમોની વધુ ચિંતા હોય તેવું દેખાયું. સિદ્ધપુર સહીત આસપાસની જુદી જુદી કોલેજ જેમાં પાલનપુરની સરકારી નર્સિંગ સ્કૂલ, હાજીપુરની બી.એમ પટેલ નર્સિંગ સ્કૂલ, ગોકુલ નર્સિંગ સ્કૂલ સહીતના કુલ 164 જેટલા વિદ્યાર્થીઓની ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરીક્ષા માટે આવેલા હતા. જયારે આ કોલેજના ઓડિટોરિયમ હોલમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાવાથી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અડચણરૂપ બન્યો હતો.

પરીક્ષા હોવાની જાણ કરાઈ છતાં કાર્યક્રમનું આયોજન
આ વિશે સિદ્ધપુરના પ્રાંત અધિકારી સંકેત પટેલે Gujarat Tak સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, કાર્યક્રમ માટે અમારી ટીમ પહેલા કોલેજની મુકાલાતે ગઈ હતી. ત્યારે કોલેજ સંચાલક દ્વારા અમને જાણવામાં આવ્યું કે, બીજા માળની જગ્યાએ ત્રીજા માળે આવેલ હોલનો ઉપયોગ કરજો. જેથી વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની સમસ્યા ઉભી ન થાય. ત્યાર બાદ અમે કોલેજને લેખિતમાં હોલને 1 કલાક માટે રિઝર્વ રાખવા સૂચના આપે હતી. તેમને આ કાર્યક્રમને લઇને એ પણ જણાવ્યું કે આ કાર્યક્રમ પરીક્ષા દરમ્યાન થયો તે યોગ્ય નથી. કારણ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હતો. પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો જેના કારણે અમને કરવું પડ્યું.

ADVERTISEMENT

સિદ્ધપુર નગરપાલિકાનો ઓડિટોરિયમ હોલ કેમ ન વપરાયો?
સિદ્ધપુર નગરપાલિકાના ઓડીટોરીયમ હોલનો ઉપયોગ ન કરવા વિશે તેઓ બોલ્યા, નગરપાલિકાનો હોલ છે પણ અંબાજીના મેળાના કારણે પાલિકાનો સ્ટાફ ત્યાં હોવાથી અમને કોઈ પ્રકારની સગવડ મળી નહીં. એ હોલમાં છેલ્લા 5-6 મહિનાથી કોઈ કાર્યક્રમ થયો નથી એટલે સુવિધા પૂરી ન પાડી શકીએ પણ હવેથી આવા કોઈ પણ કાર્યક્રમ પાલિકાના ઓડીટોરિયમ હોલ ખાતે થાય એવા પ્રયત્ન કરીશું.

ADVERTISEMENT

વિદ્યાર્થીઓના ભવિષ્યને નેવે મૂકી પોતાની વાહ વાહીમાં મસ્ત – ચંદનજી ઠાકોર
આ કાર્યક્રમની જાણ ચંદનજી ઠાકોરને થતા તેમને પણ આ કાર્યક્રમને ગેરવ્યાજબી જણાવ્યું, વિદ્યાર્થીઓની ચાલુ પરીક્ષા દરમ્યાન વિશ્વાસથી વિકાસનો કાર્યક્રમ ભાજપ દ્વારા કરવામાં આવ્યો. ભાજપના નેતાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે. જ્યારે સરકારને વિદ્યાર્થીઓની જગ્યાએ પોતાના કાર્યક્રમો થકી પ્રચારની વધુ ચિંતા છે.

ADVERTISEMENT

કોલેજના સંચાલકે પણ કબૂલ્યું કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ભણવામાં ખલેલ પડે છે
નર્સિંગ કોલેજના સંચાલક અમીબેને જણાવ્યું કે, પરીક્ષા દરમ્યાન વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ જે થયો એનાથી અમારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમ્યાન થોડી અગવડતા રહી. આ કોલેજમાં દરેક સરકારી કાર્યક્રમો થાય છે જેનાથી ભણવામાં પણ ખલેલ પડતી હોય છે. 80 વિદ્યાર્થિનીઓ આ કોલેજમાં અભ્યાસ કરતી હોય તો આ કાર્યક્રમો સરકાર દ્વારા અન્ય સ્થળે યોજવામાં આવે તો સારું. અમે આજે પ્રાંત અધિકારીને આ બાબતે લેખિતમાં જાણ કરીશું.

    follow whatsapp

    ADVERTISEMENT