BREAKING: સતત 7 ટર્મથી વિજયી પબુભાએ કહ્યું- આ મારી છેલ્લી ચૂંટણી, રણનીતિ ઘડવા બેઠક બોલાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ જામી ચૂક્યો છે. ત્રણેય પાર્ટીએ પોતાના મોટાભાગના મૂરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. તેવામાં ભાજપે દ્વારકા બેઠક પરથી પબુભા માણેકને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન તેમણે ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવા માટે બેઠક પણ બોલાવી દીધી છે. જોકે આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં પબુભા માણેકે કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી છે આગામી ચૂંટણીમાં નવો ચહેરો જોવા મળી શકે છે. જાણો વિગતવાર માહિતી…

પબુભા માણેક સોમવારે ફોર્મ ભરવા જશે
મીડિયા સાથેની વાતચીતમાં પબુભા માણેકે જણાવ્યું કે તેઓ સોમવારે ફોર્મ ભરવા માટે જશે. આની સાથે વધુમાં કહ્યું કે ભાજપ દ્વારા જે શિસ્ત પાલનની ડિઝાઈન બનાવવામાં આવી છે એનું પાલન કરવા માટે મને લાગી રહ્યું છે કે આગામી 5 વર્ષ પછી હું એમા ફિટ બેસી શકું એમ નથી. જેથી કરીને આ મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પબુભા માણેક સોમવારે ફોર્મ ભરવા માટે જવાના છે.

ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ
પબુભા માણેક દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. નોંધનીય છે કે સતત સાત ટર્મથી વિજયી થઈ, ધારાસભ્ય પદ જાળવી રાખનારા પબુભા માણેકે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 82 વિધાનસભા દ્વારકાથી પબુભા માણેકની ટિકિટ ફાઈનલ થતાં આજે તેમણે ચૂંટણીની આગામી રણનીતિ નક્કી કરવા બેઠક બોલાવી હતી.

ADVERTISEMENT

પબુભા માણેકની હાજરીમાં તેમણે આગામી ચૂંટણીમાં વધુને વધુ લીડથી જીતવા અંગે રણનીતિ ઘડી હતી અને એ અંતર્ગત કાર્યકર્તાઓને કામગીરી પણ સોંપીહતી.

જાતિગત સમીકરણોઃ

ADVERTISEMENT

  • દ્વારકા બેઠક પર હિન્દુઓની સંખ્યા 84.65% છે જ્યારે મુસ્લિમોની સંખ્યા 15% સુધી છે.
  • આ બેઠક પર જોવા જઈએ તો મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહ્યો છે.
  • દ્વારકા બેઠક પર અનુસુચિત જાતિ 6.78% અને અનુસુચિત જનજાતિ 1.2% છે.

with input: રજનીકાંત જોશી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT