પોસ્ટર વિવાદ બાદ કેજરીવાલના કંસનાં નિવેદન પર BJPનો પલટવાર, જનતાના અપમાનનો મુદ્દો ઉઠ્યો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ વચ્ચે વડોદરામાં વિવિધ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જેના પરિણામે કેજરીવાલે આ તમામ પોસ્ટર લગાડનારા લોકોને કંસની સંતાનો કહ્યા હતા. તેવામાં ભાજપે આ નિવેદનનો વિરોધ કરતા આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ઋત્વીજ પટેલે કહ્યું કે શ્રી કૃષ્ણના અસ્તિત્વને જે નકારી રહ્યું છે તે પ્રજાને કંસ કહે છે. આ કેવા પ્રમાણેનું નિવેદન છે. ત્યારપછી કેબિનેટ મંત્રીના કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો.

જનતાને કંસ કહી રહ્યા છે કેજરીવાલ- ઋત્વીજ
BJP નેતા ઋત્વીજે કહ્યું કે કેજરીવાલની વિચારધારા બધા સામે છતી થઈ ગઈ છે. વળી આ અંગે એક તેમના જ કેબિનેટ મંત્રીએ રજૂઆત કરી હતી. આ દરમિયાન નેતાને શપથ લેવડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેઓ ક્યારેય કૃષ્ણ ભક્તિ નહીં કરે એવું વચન લેતો વીડિયો વાઈરલ થયો હતો.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે આ વીડિયો જેવો વાઈરલ થયો કે તરત જ આખા દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો હતો. લોકો રોષે ભરાયા હતા અને ગુજરાતમાં તો ઘણી જગ્યાએ કેજરીવાલ વિરોધી પોસ્ટરો પણ લાગ્યા હતા. વળી ઋત્વીજ પટેલે કહ્યું કે કેજરીવાલ જનતાને કંસ કહી રહ્યા છે. તથા જે પોતે કૃષ્ણ ભગવાનના અસ્તિત્વને નકારી રહ્યા હતા., તે આજે પોતાને કૃષ્ણ તરીકે દર્શાવી રહ્યા છે.

હિંદુ વિરોધી કેજરીવાલને જનતા જોઈ લેશે- ઋત્વીજ પટેલ
ભાજપના નેતાએ વધુમાં પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ ખાલી વાતો કરતા જ જાણે છે. ખોટા ખોટા વાયદાઓ કરતા ફરે છે. ગુજરાતની જનતા પણ તેમને ઓળખી ગઈ છે. આગામી ચૂટંણીમાં કેજરીવાલને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. બીજી બાજુ દિલ્હીના BJP નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલને અભિમાની કહ્યા તથા આ જ લોકતંત્રના સર્વનાશનું કારણ બનશે એવું જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT