ભાજપના આ સાંસદે વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી, પાર્ટી ટિકિટ આપશે?
નરેન્દ્ર પેપરવાલા/ભરુચ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો બહાર આવી રહ્યા છે. પોતે પ્રબળ દાવેદાર છે તેવી વાતો…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/ભરુચ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો બહાર આવી રહ્યા છે. પોતે પ્રબળ દાવેદાર છે તેવી વાતો લોકો અને પક્ષ સુધી પહોંચાડવાના વિવિધ પેતરા કરી રહ્યા છે. ત્યારે ભરૂચમાં ભાજપના સંભવિત ઉમેદવારની યાદી બહાર પડતાં અનેક અટકળો તેજ થઈ હતી. ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ યાદી કોઈ મહત્વકાંક્ષી લોકોએ વાઈરલ કરી હોવાનું નિવેદન આપ્યું હતું. આ સાથે જ તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની પણ ઈચ્છા દર્શાવી હતી.
ચૂંટણી લડવા પર શું બોલ્યા સાંસદ મનસુખ વસાવા
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ટીકીટ આપશે તો લડવા માટે તૈયાર છું. નાંદોદ વિધાનસભા મારી કર્મ અને જન્મભૂમિ છે. ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાની હોય, પણ પાર્ટીનો આદેશ માનવો પડે. આમ તેમણે પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ભરૂચમાં ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી વાઈરલ થઈ
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સંયુક્ત સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વાયરલ થયેલા પત્રમાં કોઈ સત્યતા નથી. કેટલાક મહત્વકાંક્ષી લોકોએ આ કૃત્ય કર્યું છે. આ યાદી સંપૂર્ણપણે ખોટી અને હકીકતથી ઘણી દૂર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT