ગુજરાતમાં AAPની સરકાર બનવાનો દાવો કરતા કેજરીવાલને BJPના સાંસદે બતાવ્યા મનોરોગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આજે રાજકોટમાં હતા. જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે IBના રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ ચૂંટણી યોજાય તો પાતળી સરસાઈથી AAPની સરકાર બની રહી છે. હવે તેમના આ નિવેદન પર કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે તેમને મનોરોગી બતાવી દીધા છે.

દેવુસિંહ ચૌહાણનો કેજરીવાલ પર પ્રહાર
રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે, આપ સૌ જાણો છો કે જાહેરજીવનમાં જ્યારે મોટા ગજાના નેતા હળાહળ ખોટું બોલતા હોય ત્યાર તેમની વિશ્વસનીયતા ઘટતી હોય છે. વ્યક્તિને સ્વપ્ન જોવાની છૂટ હોય છે અને દિવાસ્વપ્ન જોવાની પણ છૂટ હોય છે. પરંતુ એ દિવાસ્પપ્ન તમારી વિશ્વસનીયતા ઘટાડતા હોય અને તમે પબ્લિકલી એવું વ્યક્તિગત રજૂ કરતા હોય કે અમારી પાસે રિપોર્ટ છે. આજકાલ પોતાની વાતનો આધાર મેળવવા માટે જ્યારે આવા ખોટા રિપોર્ટનોનો સહારો મેળવવા કપોત કલ્પીત વાતો કરીને ગુજરાતની એક પરિપક્વ સમજણ ધરાવતી જનતાના મનમાં દ્વિધા ઊભી કરવાનો આ પ્રયત્ન, હું એવું માનું છે કે કોઈ સામાન્ય કાર્યકર્તા કરે અને રાજ્યના મુખ્યમંત્રી કરે, બંનેમાં મોટું અંતર હોય છે.

કેજરીવાલને કહ્યા મનોરોગી
તેમણે આગળ કહ્યું કે, ઘણીવાર આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક વખતથી જ્યારે કેજરીવાલજીની મનોદશા બગડી છે. ત્યારે એક પ્રકારે મનોરોગી હોય ત્યારે આવા દિવાસ્વપ્ન જોતા હોય અને સામાન્ય જનતાની જેમ જ્યારે પોતે આ સ્વપ્નને સાકાર કરવાના આધાર છે એવી કપોળ કલ્પિત વાતો કરતા હોય છે. હું એવું માનું છું કે, કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ આવું નિવેદન કરીને મુખ્યમંત્રી પદની વિશ્વસનીયતા અને ગરીમા ગુમાવવાનું એક નિવેદન દેખાય છે.

ADVERTISEMENT

અત્યારે ચૂંટણી થાય તો AAPની સરકાર પાક્કી- કેજરીવાલ
IBના એક રિપોર્ટને ટાંકીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અત્યારે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે. જોકે પાર્ટીનું જીતનું માર્જિન ઘણું થીન છે. જેથી કરીને અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યું કે અમને ધક્કા મારી મારીને જિતાડો. જો આમ થઈ ગયું તો AAP પંજાબ અને દિલ્હીનો રેકોર્ડ પણ તોડી દેશે.

(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગીયા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT