115 કરોડની સંપત્તિ ધરાવતા BJPના MLAએ સરકારી પગાર અને ભથ્થાનો ત્યાગ કર્યો
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભામા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. સોમવારે વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ હતી. આ બાદ ગઈકાલે વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું ત્યારથી તમામ ધારાસભ્યોના પગાર-ભથ્થા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભામા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. સોમવારે વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ હતી. આ બાદ ગઈકાલે વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું ત્યારથી તમામ ધારાસભ્યોના પગાર-ભથ્થા શરૂ થઈ ગયા. ત્યારે દેવભૂમિ દ્વારકાથી સતત આઠમી વખત ધારાસભ્ય બનીને ચૂંટાનારા પબુભા માણેકે તેમને મળનારા પગાર અને ભથ્થા સહિતની તમામ રકમનો સ્વૈચ્છિક ત્યાગ કર્યો છે. આ અંગે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને લેખિત પત્ર મોકલીને સત્તાવાર જાણ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જાણ કરી
ગત વિધાનસભાની ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા બેઠક પરથી ચૂંટાનારા પબુભા માણેકે મંગળવારે અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, હું પબુભા વિરમભા માણેક રાજ્ય સરકાર દ્વારા નિયમોનુસાર મળવાપાત્ર ધારાસભ્ય તરીકેના પગાર ભથ્થા તેમજ અન્ય ભથ્થાઓ સ્વૈચ્છિક રીતે સ્વીકારવા માંગતો નથી.
પબુભા પાસે 17 વાહનો, 49 કરોડની જંગમ મિલકતો
પબુભા માણેકે તાજેતરમાં ચૂંટણી લડવા રજૂ કરેલા તેમના એફિડેવિટમાં તેમની પાસે 115 કરોડની સંપત્તિ હોવાનું દર્શાવ્યું હતું. તેમની પાસે લેન્ડરોવર, ઓડી, ફોક્સવેગન, ઈનોવા, BMW, MG ગ્લોસ્ટર સહિતની કારો, BMW બાઈક તથા ટ્રેક્ટર-ટ્રેલર મળીને 17 વાહનો છે. આ સહિત તેમના પોતાના નામ પરની જંગમ મિલકતો 49.82 કરોડની અને પત્નીના નામે 17.02 કરોડની છે.
ADVERTISEMENT
1990થી સતત 8 વખત ધારાસભ્ય બન્યા
પબુભા માણેકની વાત કરીએ તો 1990 બાદથી તેઓ ગુજરાતમાં કોઈ ચૂંટણી હાર્યા નથી. પબુભા 1990, 1995 અને 1998માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા. બાદમાં તેઓ 2002માં કોંગ્રેસમાં જોડાયા અને જીત મેળવી. આ બાદ તેઓ 2007થી સતત ચાર ટર્મથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT