ગઈ વખતે આખું સંગઠન હરાવવામાં પડેલું, તોય હરાવી શક્યા નહીં, આ વખતે પણ હું જ જીતીશ-BJP MLA

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્ચારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સેન્સ લેવાની પ્રક્રિયા અને સંગઠન પર જ સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી અને આ વખતે 50 હજારથી વધુ વોટોથી જીતવાનો દાવો કર્યો હતો.

ચૂંટણી લડવા અને સંગઠન પર શું બોલ્યા મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, આજે પણ અમે ચૂંટણી લડવાના, જીતવાના. ભાજપમાં છીએ, ભાજપમાં રહેવાના. ગઈ વખતે ચૂંટણી દરમિયાન આખું ભાજપનું સંગઠન અને બધા ટિકિટ માંગનારા વિરોધમાં હતા અને હરાવવામાં પડેલા. તોય મને હરાવી શક્યા નહીં ને 10 હજાર વોટથી જીતેલો. હવે તો બધા ભેગા થાય તો પણ 50 હજાર વોટથી જીતવાનો છું.

લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો હક
આ સાથે તેમણે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પર જણાવ્યું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો હક છે. જેથી વાઘોડિયા સીટ પર લોકો દાવેદારી કરી શકે, પરંતુ આ બેઠક પર જીત તો હું જ મેળવીશ.

ADVERTISEMENT

6 ટર્મથી વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂક્યા
નોંધનીય છે કે, વાઘોડિયામાંથી 6 ટર્મથી ચૂંટણી લડીને જીતેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના દબંગ અંદાજ અને બાહુબલી મિજાજ માટે જાણીતા છે. તાજેતરમાં જ તેઓ વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બાદ પણ તેમણે વાઘોડિયા બેઠક પરથી ચૂંટણી લડવાનો અને જીતવાનો દાવો કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT