BJPના ધારાસભ્યનો વાણી વિલાસ, AAP-કોંગ્રેસ બંનેને આપી ખુલ્લી ધમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે. ભાજપે ગુજરાતમાં મતદાતાઓ સુધી વિકાસ કાર્યોની માહિતી પહોંચાડવા માટે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાવી છે. ત્યારે પોતાના બેબાક નિવેદનોના કારણે જાણીતા ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે રવિવારે ગૌરવ યાત્રામાં એક નિવેદનના કારણે ફરી ચર્ચામાં આવી ગયા છે.

કેતન ઈમાનદારે ભાજપને લીધું આડેહાથ
વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપની ગૌરવ યાત્રામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, હું તમને પણ કહી દઉં છું, આગામી સમયમાં ચૂંટણી લડવી હોય તો પ્રેમથી લડજો. લોકોનો વિશ્વાસ જીતીને લડજો. પરંતુ મહેરબાની કરીને કાંઈ એવું ના કરતા બાકી છેલ્લે તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.

કાર્યકરોને પણ આપ્યું સમર્થન
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, મીડિયાએ જે બોલવું હોય એ બોલે, જે લખવું હોય એ લખે. મારા કાર્યકર્તા પર જો કોઈ આંગળી ઊંચી કરને જોશે તો તમારો કેતન તમારું સમર્થન કરશે. ભાજપની ગૌરવ યાત્રાને દરેક જગ્યાએ સન્માન મળ્યું છે. કોંગ્રેસમાં તાકાત હોય તો આવી યાત્રા કાઢી બતાવે. વિકાસ યાત્રા કાઢવાની હિંમત ફક્ત ભાજપમાં છે અન્ય પાર્ટી ન કરી શકે.

ADVERTISEMENT

તેમણે AAP પર પ્રહાર કરતા કહ્યું કે, હમણાં પાછો એક નવો પક્ષ આવ્યો છે. જ્યાં જાય ત્યાં એમ કે છે અમે આવીશું તો આમ કરીશું, તેમ કરીશું પણ આવશો તો કરશો ને. કોંગ્રેસ અને આપને એમનો એજન્ડા તો પૂછજો.

    follow whatsapp

    ADVERTISEMENT