ભાજપના ઉમેદવારની મતદારોને ખુલ્લી ધમકી, ‘જેને જ્યાં વોટ નાખવો હોય ત્યાં નાખો, 8મી પછી મારો સમય છે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર હજુ પણ પ્રચાર ચાલી રહ્યો છે. આ વચ્ચે પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડનો એક વિવાદિત વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે, જેમાં તેઓ મતદારોને ખુલ્લી ધમકી આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં શું કહી રહ્યા છે જેઠા ભરવાડ
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ રતનપુર ગામમાં સભા કરવા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, જ્યાં વોટ આપવો હોય ત્યાં આપો. 8 તારીખ પછી મારો દિવસ આવશે પછી હું ઈનિંગ્સ શરૂ કરીશ અને 2027 સુધી હું જ ધારાસભ્ય છું અને આ બાદ કોને બનાવવાના છે તે પણ હું નક્કી કરીશ એટલે મારા સિવાય કોઈને વોટ નથી આપવાનો.

મતદારોને આકર્ષવા ઉમેદવારોનો બફાટ
નોંધનીય છે કે, ગુજરાતની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે દરેક રાજકીય પક્ષો પોતપોતાના ફોર્મ્યૂલા અજવાની રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ પ્રકાર તેમના વાણીવિલાસના વીડિયો પણ સામે આવી રહ્યા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT