ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને હાઇકોર્ટનું તેડું, જાણો શું છે મામલો
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. આ સાથે જ પરિણામ જાહેર થાય બાદ હારેલા ઉમેદવારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પરિણામને લઈને ગુજરાત હાઇકોર્ટમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. આ સાથે જ પરિણામ જાહેર થાય બાદ હારેલા ઉમેદવારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પરિણામને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ જેમનો ચૂંટણીમાં પરાજય થયો હતો. તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સાથે જ આ અરજીમાં ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં પણ ફોર્મ સ્વીકાર્યા હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે . ત્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને હાઈકોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયુ છે.
ચૂંટણીમાં ફોર્મ ભરવામાં દુર્લભજી દેથરિયાએ અનેક ભૂલ કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અનેક ભૂલ હોવા મુદ્દે હાઈકોર્ટે ધારાસભ્યને હાજર રહેવા ફરમાન આપ્યુ છે.ટંકારાના ધારાસભ્ય દુર્લભજીને 27 એપ્રિલે હાઈકોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
જાણો શું આરોપ લગાવ્યા અરજીમાં
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભ દેથરિયાનું ફોર્મ રદ થવું જોઈએ તેવી માગ સાથે હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટંકારા બેઠક પરથી ચૂંટણી હારેલા લલિત કગથરાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. કગથરાનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય દુર્લભ દેથરિયાએ ચૂંટણી ફોર્મમાં અધૂરી વિગતો દર્શાવી છે.લલિત કથગરા દ્વારા જે અરજી કરવામાં આવી છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામાં અનેક ભૂલો હતી. તેમાં શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા કરેલી નથી તેમજ તેમની કોઈપણ મિલકત અંગે પણ યોગ્ય માહિતી આપવામાં આવી નથી.
ADVERTISEMENT
સોશિયલ એકાઉન્ટ હોવા છતાં દુર્લભજીએ ચૂંટણી ફોર્મમાં વિગતો નથી દર્શાવી. પોતાની મિલ્કતો અને કંપનીમાં ભાગીદાર હોવાની વાતનો ઉલ્લેખ પણ ન કરાયો હોવાનો આરોપ છે. તેમજ જ ચૂંટણી ફોર્મમાં લોન અને દેણાનો ઉલ્લેખ નથી અને પોતાની ઇનોવા કારની પણ વિગતો ન દર્શાવ્યાનો ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
9 હજારથી વધુની લીડથી જીત્યા
મોરબીની ટંકારા બેઠક ઉપર ભાજપના દુર્લભજી દેથરિયાની જીત થઈ હતી. દુર્લબજીભાઈ દેથરીયાને 9 હજારથી વધુ મતની બહુમતથી જીત મેળવી હતી. તેમની પાસે રૂપિયા 25870785 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 10 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
ADVERTISEMENT
આ નેતાઓ પહોંચ્યા છે હાઇકોર્ટના શરણે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કારમી હાર મેળવેલા કેટલાક ઉમેદવારોએ હવે હાઈકોર્ટના શરણે ગયા છે. ટંકારા બેઠક પરથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, રાધનપુરથી હારી ગયેલા રઘુ દેસાઇએ ચૂંટણી પરિણામને પડકારતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. ન માત્ર કોંગ્રેસ પણ ભાજપના કેટલાક ઉમેદવારોએ પણ અરજી કરી છે. ડેડિયાપાડા બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર હિતેષ વસાવા અને અને વિસાવદર બેઠક પરથી હારેલા હર્ષદ રિબડીયાએ પણ પરિણામોને પડકાર્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT