બોગસ મતદાનની ફરિયાદ મળતા તપાસ કરવા ગયેલા BJP MLA પર હુમલો, 5000ના ટોળાએ કારને ઘેરી
પાલનપુર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્ય પર હુમલો થયાની ઘટના બની છે.ટોળાએ ભાજપના નેતાની કારને ઘેરી લીધી હતી અને તેમના પર હુમલો…
ADVERTISEMENT
પાલનપુર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્ય પર હુમલો થયાની ઘટના બની છે.ટોળાએ ભાજપના નેતાની કારને ઘેરી લીધી હતી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના સમાચાર મળતા જ તેમના સમર્થકોના ટોળા કાર્યાલય પર પહોંચી ગયા હતા. આ અંગે શશીકાંત પંડ્યાએ પોલીસને જાણ કરી હતી.
બોગસ મતદાનની ફરિયાદ મળતા ગયા હતા ધારાસભ્ય
ઘટનાની વિગતો મુજબ, ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને સાંજે મતદાન પૂર્ણ થવાના સમયે ગવાડી વિસ્તારમાં બોગસ મતદાન થતું હોવાની વિગતો મળી હતી. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા, જોકે આ દરમિયાન ટોળાએ તેમની ગાડીને ઘેરીને હુમલો કર્યો હતો, જે બાદ પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ટોળા પર લાઠી ચાર્જ કરીને લોકોને ભગાડ્યા હતા.
પોલીસે કર્યો લાઠી ચાર્જ
આ અંગે ધારાસભ્યએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મને બોગત મતદાનની જાણકારી મળતા હું ગવાડી વિસ્તારમાં કુમાર શાળા અને એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલમાં મારી ગાડી લઈને ગયો હતો. ત્યારે ત્યાં હાજર લઘુમતી સમાજના 5000ના લોકોના ટોળાએ મારી કાર પર હુમલો કર્યો અને તેને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. પાછળ ઉભેલા પોલીસને 6-7 માણસોએ આ ઘટના જોતા દોડીને અમારી તરફ આવ્યા પણ લોકોએ તેમને પણ ઘેરી લીધા હતા. જેથી પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. આ ઘટના અંગે રેન્જ IGને જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT
ADVERTISEMENT