ટિકિટ માગીને ઘરે જતા BJPના પૂર્વમંત્રીને નડ્યો અકસ્માત, ગાડીનું પડીકું વળી ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ પૂર્વ કૃષિ મંત્રી વીવી.વઘાસિયાની ગાડીનો રિક્ષા સાથે ગંભીર અકસ્માત થયો છે. અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના સર્જાતા ચક્કાજામ સર્જાયો હતો. એટલું જ નહીં આ અકસ્માતમાં વઘાસિયાને પણ ઈજાઓ પહોંચી છે. જેમની તબિયત અંગે જાણ લેવા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન નામ નોંધાવી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પૂર્વમંત્રીની ગાડી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં તેમની ગાડીનું પડીકું વળી ગયું હતું.

ટિકિટ માગી પરત ફરતા થયો અકસ્માત!
BJPએ અત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી દીધી છે. જે હેઠળ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વીવી વઘાસીયા પણ દાવેદારી નોંધાવવા ગયા હતા. જ્યાં નામ નોંધાવ્યા પછી પરત ફરતા સમયે તેમની ગાડીનો નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તેઓ અમરેલીના લાપાળીયા નજીક રિક્ષા અને ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 3થી 4 મુસાફરોને પણ ઈજા પહોંચી છે. જ્યારે પૂર્વ કૃષિમંત્રી વઘાસીયાને હાથનો તથા કમરના ભાગે ઈજા પહોંચી હતી.

ADVERTISEMENT

અકસ્માત સર્જાતા થયો ટ્રાફિક જામ
ઉલ્લેખનીય છે કે પેસેન્જર રિક્ષા સાથે જોરદાર ટક્કર થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન ઇજાગ્રસ્તોને 108 વડે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અત્યારે પૂર્વકૃષિમંત્રી વીવી વઘાસિયાને અમરેલી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ભાજપના દિગ્ગજો હોસ્પિટલ પહોંચ્યા
પૂર્વ કૃષિમંત્રીના અકસ્માતની માહિતી મળતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા અને સાંસદ નારણ કાછડીયા અમરેલી ખાતે હોસ્પિટલ પહોંચી ગયા છે. તેવામાં વઘાસિયાને હાથ અને કમરના ભાગમાં ઈજા પહોંચી છે. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા વિધાનસભા બેઠક ઉપર પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા દાવેદારી નોંધાવી પરત ઘરે જતાં હતાં.

ADVERTISEMENT

ADVERTISEMENT

તેવા સમયે અમરેલીના લાપાળિયા નજીક પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં 4 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં તમામને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવમાં આવ્યા છે. પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાને હાથ અને કમરના ભાગે સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે અકસ્માતને પગલે થોડીવાર માટે ભારે દોડધામ મચી હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ભાજપના આગેવાનો હોસ્પિટલમાં દોડ્યા
​​​​​​​પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાની કારનો અકસ્માત સર્જાયાના સમાચાર મળતાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિત નેતાઓ મદદ માટે દોડી આવ્યાં હતાં અને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરતાં જોવા મળ્યા હતા.

With Input- હિરેન રવિયા

    follow whatsapp

    ADVERTISEMENT