MLA બન્યા બાદ હવે થશે Alpesh Thakorની ખરી પરીક્ષા, પાટીલે આ ખાસ જવાબદારી સોંપી
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જે બાદ સી.આર પાટીલે ગઈકાલે કમલમમાં નેતાઓ સાથે કારોબારી બેઠક કરી હતી. જેમાં આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જે બાદ સી.આર પાટીલે ગઈકાલે કમલમમાં નેતાઓ સાથે કારોબારી બેઠક કરી હતી. જેમાં આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં 71 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. જેની તૈયારીના ભાગ રૂપે મળેલી આ બેઠકમાં અલ્પેશ ઠાકોરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જે મુજબ બનાસકાંઠામાં જીલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં કમળ ખીલવવા અલ્પેશ ઠાકોર મહેનત કરશે
બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની ખરી અગ્નિ પરીક્ષા થશે કારણ કે અહીં કોંગ્રેસ મજબૂત છે. એવામાં અલ્પેશ ઠાકોરની ધારાસભ્ય બન્યા બાદ બનાસકાંઠામાં જીલ્લા પંચાયતમાં કમલ ખીલવવાની જવાબદારી હશે. ખાસ વાત છે કે ગાંધીનગર દક્ષિણ બેઠકથી ચૂંટણી જીત્યા બાદ ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોરને સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ હાલમાં અલ્પેશ ઠાકોરને જિલ્લા પંચાયતની જવાબદારી જ સોંપાઈ છે. એટલે સંગઠનમાં હજુ અલ્પેશ ઠાકોરને વધારે મહેનત કરવી પડશે આ બાદ જ તે ભાજપનો વિશ્વાસ કેળવીને સરકાર સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
ખેડા જિલ્લા પંચાયત માટે પણ બે ઈન્ચાર્જની નિમણૂંક
નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરની સાથે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલને પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણી માટે ઈન્ચાર્જ બનાવાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય તુષારસિંહ બાબાને ઈન્ચાર્જ બનાવાયા છે.
ADVERTISEMENT