PM મોદીના જન્મદિવસે જન્મનારા નવજાત બાળકોને અપાશે સોનાની વિંટી, કોણે કરી જાહેરાત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

તમિલનાડુ: આવતીકાલે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તમિલનાડુ ભાજપ યુનિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મનારા નવજાત બાળકોને સોનાની વિંટી આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારી હોસ્પિટલમાં જન્મનારા બાળકોને અપાશે વિંટી
આ વિશે તમિલનાડુના મત્સ્ય પાલન અને સૂચના પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને કહ્યું, અમે ચેન્નઈ સ્થિત સરકારી RSRM હોસ્પિટલને પસંદ કરી છે, જ્યાં પીએમ મોદીના જન્મદિવસે જન્મનારા તમામ બાળકોને સોનાની વિંટી આપવામાં આવશે.

દરેક વિંટી આટલા હજારની હશે
વિંટી વહેંચવામાં થનારા ખર્ચ વિશે જણાવતા મંત્રી મુરુગને કહ્યું કે, દરેક વિંટી 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત 5000 રૂપિયા આસપાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ મફતમાં અપાતી રેવડી નથી. પરંતુ તેના દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ પર જન્મનારા બાળકોનું સ્વાગત કરવા ઈચ્છે છે. ભાજપના લોકલ યુનિટનું અનુમાન છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.

ADVERTISEMENT

દેશભરમાં PMના જન્મદિવસે ખાસ પ્રોગ્રામનું આયોજન
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના જન્મદિવન પર ગુજરાતમાં પણ ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવણી કરાશે. જે અંતર્ગત રક્તદાન, હેલ્થ ચેકઅપ તથા દોડ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT