વિરમગામથી ટિકિટ માટે Hardik Patel સામે દાવેદારી નોંધાવનાર વરુણ પટેલની અમિત શાહ સાથે મુલાકાત
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મૂરતિયાઓને શોધવાની કવાયત કરી રહી છે. ભાજપ દ્વારા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મૂરતિયાઓને શોધવાની કવાયત કરી રહી છે. ભાજપ દ્વારા હાલમાં જ ઉમેદવારો શોધવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપના નેતા વરુણ પટેલે પણ દાવેદારી નોંધાવી હતી. આ જ બેઠક પરથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે ગઈકાલે વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. એવામાં હાર્દિક પટેલ કેમ્પમાં આ મુલાકાત બાદ આશ્ચર્ય સર્જાયું છે.
વરુણ પટેલે દિલ્હી જઈ અમિત શાહ સાથે મુલાકાત કરી
વરુણ પટેલે પોતાના ટ્વિટર એક તસવીર પોસ્ટ કરી છે, તેમાં જેઓ અમિત શાહ સાથે છે. સાથે જ તેમણે કેપ્શન આપ્યું છે કે, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યાદગાર મુલાકાત.
ભારત ના ગૃહ અને સહકાર મંત્રી દેશ ના લોકપ્રિય નેતા સન્માનનીય શ્રી અમિત ભાઈ શાહ સાથે તેમના દિલ્લી સ્થિત નિવાસ સ્થાને યાદગાર મુલાકાત.
ગુજરાત ની રાજનીતિ બાબતે માર્ગદર્શન અને આશીર્વાદ મેળવી ખૂબ આનંદ ની લાગણી અને ઊર્જા ની અનુભૂતિ ? @AmitShah @BJP4Gujarat @HMOIndia pic.twitter.com/8kQqAPH7Yr— Varun Patel (@varunpateloffic) November 1, 2022
ADVERTISEMENT
વિરમગામ બેઠક પરથી 15 દાવેદારોએ ટિકિટ માગી
વિરમગામની બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 15 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વરુણ પટેલ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિતના ઘણા નેતાઓ મેદાનમાં છે. ત્યારે ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત પહેલા જ વરુણ પટેલની આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે. હાલમાં તો વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર ખાસ જોવાનું રહેશે.
નોંધનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલે આ વખતે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ માગી છે. આ માટે તેમના સમર્થકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ વિરમગામમાં ગ્રાઉન્ડ લેવલથી સામાજિક કાર્યક્રમો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT