ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું કે હું 2022 વિધાનસભા ચૂંટણી નહીં લડુ, આ મારી છેલ્લી ટર્મ છે
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ ભાજપ હોય કે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓની ચૂંટણી લડવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ ભાજપ હોય કે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓની ચૂંટણી લડવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ભાજપના દિગ્ગજ નેતાએ 2022 વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ટિકિટ લેવાની પડાપડી વચ્ચે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ ઘણી પાર્ટીઓમાં ટિકિટ લેવા મુદ્દે આંતરિક વિવાદો જોવા મળ્યા છે. તેવામાં ભાજપમાં સિનિયર નેતાએ સામે ચાલીને ચૂંટણી નહીં લડવાની મોટી જાહેરાત કરી દીધી છે.
જીતુ સુખડિયાએ કરી મોટી જાહેરાત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન સંયાજીગંજના ભાજપના ધારાસભ્યએ ચૂંટણી નહીં લડવા અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે મંચ પરથી જણાવ્યું કે આ છેલ્લી ટર્મ હતી જેમાં મેં સેવા આપી. આગામી ચૂંટણી હું લડીશ નહીં. મે આ દરમિયાન 80 કરતા વધુ વિસ્તારોમાં આર.સી.સી રોડ બનાવી ઘણા સેવા કાર્યો કર્યા છે. પરંતુ હવે 2022ની ચૂંટણી હવે હું લડવાનો નથી.
ADVERTISEMENT
- ભાજપ તરફથી 2022 ચૂંટણી પહેલા જ જીતુ સુખડિયા ટિકિટ નહીં લે અને ઉભા પણ નહીં રહે એવી જાહેરાત કરનારા પહેલા ધારાસભ્ય બની ગયા છે.
અગાઉ પણ તેમણે ટિકિટ મુદ્દે નિવેદન આપ્યું હતું
ગોત્રિ હોસ્પિટલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પણ જીતુ સુખડિયાએ ચૂંટણી નહીં લડવા વિશે જણાવ્યું હતું. તેમણે ત્યારેપણ કહી દીધું હતું કે હું આગામી ટર્મની ચૂંટણી નહીં લડું. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જિતાડવા માટે હું સતત કાર્યરત રહીશ.
- નિમાબેન આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા જીતુ સુખડિયાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ગત 23 સપ્ટેમ્બરે આ સન્માન મેળવ્યું હતું.
ADVERTISEMENT