BJPના દિગ્ગજ નીતિન પટેલ ચૂંટણી નહીં લડે, જાણો 3 વખત CM બનતા ચૂકી જનારા નેતાની કારકિર્દી વિશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સંવેદનશીલ સરકાર તરીકે પ્રખ્યાત અને તેના પાયારૂપ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ વિધાનસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેમની કારકિર્દી 4 દશકા લાંબી છે. જોકે આ દરમિયાન તેઓ 3 વાર મુખ્યમંત્રી બનતા બનતા ચૂકી ગયા હતા. જાણો તેમની રાજકીય સફર વિશે વિગતવાર….

નીતિન પટેલની કારકિર્દી…
22 જૂન 1956માં નીતિન પટેલનો જન્મ વીસનગર ખાતે થયો હતો. તેમના દાદાને તેલ અને કાપડનો વેપાર હતો. આ દરમિયાન તેઓ કૌટુંબિક વેપારમાં પણ આગળ વધી શક્યા હોત પરંતુ નીતિન પટેલે યુવાનાવસ્થાથી જ રાજકારણમાં રસ દાખવ્યો હતો. તેમણે રાજકીય કારકિર્દી આગળ વધારવા માટે બી.કોમ.નો અભ્યાસ અધૂરો છોડીને રાજકારણમાં જંપલાવ્યું હતું.

  • નીતિન પટેલની કારકિર્દીનું કેન્દ્ર કડી રહ્યું છે. તે 1977માં નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા.
  • 1990માં કડી બેઠક પરથી નીતિન પટેલ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.
  • 1995માં તેઓ ભાજપની સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે નિમાયા હતા.
  • 2001માં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ અને ત્યારપછી નીતિન પટેલને નાણાખાતુ મળ્યું હતું.
  • વળી 1997-98ની વાત કરીએ તો અહીં નીતિન પટેલને મોટી જવાબદારી મળી હતી. તેઓ મહેસાણા ભાજપના પ્રમુખ રહ્યા હતા.

ADVERTISEMENT

રાજકારણમાં 3 વાર મુખ્યમંત્રી બનાતા ચૂક્યા
નીતિન પટેલની કારકિર્દી શાનદાર શરૂ થઈ હતી. જોકે 2002માં તેઓ ચૂંટણી હારી ગયા હતા પરંતુ 2007માં કડી બેઠક પરથી જ ફરીથી તેઓ કડી બેઠક પર જીત્યા હતા. આ કમબેક પછી તેમને પાછળ વળીને ક્યારેય જોયું નથી. ઉલ્લેખનીય છે કે આનંદી બહેન પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સાથે નીતિન પટેલનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું હતું. જોકે આ દરમિયાન આનંદી બેન પટેલને તક મળી હતી. કેટલાક કારણોસર જ્યારે આનંદી બેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે ફરી એકવાર એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે હવે નીતિન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે.

જોકે નીતિન પટેલ આ સમયે સ્પષ્ટપણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ થાય એવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ એમ થયું નહીં અને અંતિમ ક્ષણોમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા. એક સમય એવો આવ્યો કે વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું… આ સમયે તો રાજકીય કોયડો કોઈપણ ઉકેલી શકે તેમ નહોતું. ત્યારે પણ એવી અટકળો હતી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ ગાદી મળી શકે છે.

પરંતુ ભાજપ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. જોકે આ સમયે ભૂપેન્દ્ર પટેલને પણ અણસાર નહોતા કે તેઓ મુખ્યમંત્રી તરીકે પસંદ થઈ જશે. આવી રીતે 3 વાર સંભવિત રીતે નીતિન પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT