BJPના હારેલા નેતાની દાદાગીરી, તાલુકા પંચાયત પ્રમુખના પતિ પાસેથી બળજબરી ગાડી પડાવી દીધી
શક્તિસિંહ રાજપૂત/બનાસકાંઠા: બનાસકાંઠામાં ભાજપના વિવાદિત નેતા લાધુ પારઘી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં દાંતામાંથી કોંગ્રેસના કાંતી ખરાડી સામે હારેલા લાધુ પારઘીએ તાલુકા…
ADVERTISEMENT
શક્તિસિંહ રાજપૂત/બનાસકાંઠા: બનાસકાંઠામાં ભાજપના વિવાદિત નેતા લાધુ પારઘી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં દાંતામાંથી કોંગ્રેસના કાંતી ખરાડી સામે હારેલા લાધુ પારઘીએ તાલુકા પંચાયત પ્રમુખના પતિની ગાડી પચાવી પાડી હોવાનો કિસ્સો બન્યો છે. આ વિશે ભાજપના નેતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
દાંતા જતા તાલુકા પંચાયત પ્રમુખના પતિની ગાડી પડાવી
ઘટનાની વિગતો મુજબ, 26 ડિસેમ્બરના રોજ બામોદરા ચાર રસ્તા પાસે લાધુ પારઘી તથા તેમના પુત્રએ દાંતા તાલુકા પંચાયતના પ્રમુખ જોશનાબેન તરાલના પતિની ગાડી રોકી હતી. ગાડી રોક્યા બાદ પિતા-પુત્રએ કહ્યું કે, તમે લોકોએ અમારી ઈનોવા ગાડી ભાંગી નાખી છે એટલે તમારી બોલેરો ગાડી અમને આપો. આમ કહીને બંને બળજબરીથી ભાડુભાઈ પાસેથી ગાડી છીનવી લીધી હતી. આ બાદ ભાડુભાઈ અન્ય કારમાં દાંતા ગયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ
લાધુ પારઘી અને પુત્ર સામે થઈ ફરિયાદ
જોકે બાદમાં તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભાડુભાઈ તરાલે હડાગ પોલીસ સ્ટેશનમાં ભાજપના વિવાદિત નેતા લાધુ પારઘી અને તેના પુત્ર રોહિત પારઘી સામે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો થયો હતો. કોંગ્રેસના MLA કાંતી ખરાડીએ આ હુમલામાં લાધુ પારઘી પર આરોગ લગાવ્યા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT