લો બોલો! BJP છોડી અપક્ષથી ઉમેદવારી નોંધાવનારા નેતાને ભાજપના જ નેતાઓએ શુભેચ્છા પાઠવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/મહીસાગર: શિસ્તમાં માનનારી ભાજપ પાર્ટીમાં આ ચૂંટણીમાં શિસ્તના લીરે લીરા ઉડી રહ્યા છે. ભાજપ છોડી લુણાવાડા વિધાનસભા બેઠક માટે અપક્ષથી ઉમેદવારી કરનાર જયપ્રકાશ પટેલને શુભેચ્છાઓ પાઠવવા મહીસાગર જિલ્લા ભાજપના નેતાઓ પહોંચતા અનેક તર્કવિતર્કો સર્જાઈ હતી. લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય એવા શાસકપક્ષના નેતા અને પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડના અંગત સલાહકાર અજય દરજીએ જયપ્રકાશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

નેતાઓની શુભેચ્છા મુલાકાતનો ફોટો વાઈરલ થયો
શુભેચ્છા મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપ કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો. ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જયપ્રકાશ પટેલને શુભેચ્છાઓ પાઠવનાર નેતાઓ વિરુદ્ધ હવે પાર્ટી શિસ્તભંગની કાર્યવાહી કરશે.

જે.પી પ્રકાશે ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના ભાજપના કદાવર નેતા જયપ્રકાશ પટેલ ઉર્ફ જે.પી પટેલે લુણાવાડા વિધાનસભા બેઠક માટે ટિકિટ ન મળતા ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું આપીને લુણાવાડા વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જય પ્રકાશ પટેલ જૂનો પંચમહાલ જિલ્લો હતો ત્યારે બે ટર્મ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નવીન મહીસાગર જિલ્લો બન્યા બાદ બે ટર્મ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ છે.

ADVERTISEMENT

2007માં સંતરામપુરથી હાર્યા હતા જે.પી પ્રકાશ
નોંધનીય છે કે પાટીદાર સમાજના અને ભાજપના અગ્રણી નેતા એવા જય પ્રકાશ પટેલ 2007 સંતરામપુર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર હતા અને તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમજ 2012 અને 2017 માં વિધાનસભા ચૂંટણીમાં લુણાવાડા વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ આપવામાં આવી નહોતી.ત્યારે આ વખતે પણ ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ ન મળતા ત્રણ ટર્મથી ટિકિટ ન મળતા ભાજપથી નારાજ થઈ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

અપક્ષથી લડનારા ભાજપના નેતાઓ સામે થશે કાર્યવાહી
લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ રહશે ત્યારે શીર્ષ નેતૃત્વ જયપ્રકાશ પટેલને ઉમેદવારી પાછી ખેંચાવવામાં સફળ રહશે કે કેમ તે જોવું રહ્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પણ કહ્યું છે કે, કહ્યું ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે પણ ભાજપના અપક્ષ કાર્યકરને પહેલા સમજાવવામાં આવશે. જે ઉમેદવારી પાછી નહીં ખેંચે તેની સામે કાર્યવાહી થશે. તો આવનાર દિવસોમાં ભાજપ તેમના બગાવતી ઉમેદવારને મનાવી લે છે કે નહીં તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT