લો બોલો! ભાજપ નેતાનો બકરો ચોરાતા આખું પોલીસ તંત્ર થયું દોડતું , શોધવા માટે બનાવાઈ સ્પેશિયલ ટીમ
છત્તીસગઢના અંબિકાપુરમાં ભાજપ નેતાના 120 કિલો વજનના બકરાની ચોરીનો મામલો ચર્ચામાં છે. અંબિકાપુર પોલીસે બકરાને શોધવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે.
ADVERTISEMENT

સમાચાર હાઇલાઇટ્સ

ભાજપ નેતાના 120 કિલોનો બકરો ચોરાયો

બકરાને શોધવા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ
Chhattisgarh Goat Theft : છત્તીસગઢના અંબિકાપુરમાં ભાજપ નેતાના 120 કિલો વજનના બકરાની ચોરીનો મામલો ચર્ચામાં છે. અંબિકાપુર પોલીસે બકરાને શોધવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. બકરાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. શાતિર ચોરોએ 18 લાખની વરના ગાડીમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
8 ફેબ્રુઆરીએ થઈ હતી બકરાની ચોરી
8 ફેબ્રુઆરીની સવારે 120 કિલોના બકરાની ચોરી થઈ છે. પોલીસ હજુ સુધી બકરાને શોધી શકી નથી. જેથી ભાજપ નેતા સુરેશ ગુપ્તા ભાજપના નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે એડિશનલ એસપી પાસે પહોંચ્યા હતા અને બકરાને જલ્દીથી શોધવા માટે મેમોરેન્ડમ આપ્યું હતું.
સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટના
વાસ્તવમાં અંબિકાપુરથી માત્ર 15 કિલોમીટર દૂર રઘુનાથપુર આવેલું છે. અહીંના ભાજપ નેતા સુરેશ ગુપ્તાનો બકરો ચોરી થઈ ગયો છે. આ બકરાને ચોરી કરવા માટે ચોરો 18 લાખની વરના કાર લઈને પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ADVERTISEMENT
ન મળ્યો બકરો કે ન મળ્યો ચોર
ભાજપ નેતાએ સીસીટીવી ફૂટેજની સાથે જ રઘુનાથપુર ચોકી પર બકરી ચોરીની ફરિયાદ નોંધાવી છે. પણ આજ સુધી બકરાની કે ચોર વિશે કઈ જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ બકરો ભાજપ નેતા માટે ખૂબ જ ખાસ હતો. ભાજપ નેતાને બકરો ખૂબ જ પસંદ હતો. હવે બકરો ચોરાઈ ગયા બાદ ભાજપના નેતા અને તેમના પરિવારના સભ્યો નિરાશામાં છે.
ADVERTISEMENT