‘આંતકવાદીઓથી પણ વધુ ભયાનક ખતરો રખડતા ઢોરનો છે’, BJPના જ નેતાએ કરેલા ટ્વીટથી ખળભળાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. રોજે રોજ રસ્તે રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે જ શહેરમાં રખડતા ઢોરની અડફેટે એક યુવકનું મોત કરુણ મોત થયું હતું. જ્યારે રાજકોટમાં પણ બે મહિલા પોલીસને રખડતા ઢોરે અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે રાજ્યની આ સમસ્યા પર ભાજપના જ નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને ઉભરો ઠાલવ્યો છે.

ભાજપના નેતાએ ટ્વીટ કરીને શું કહ્યું?
અમરેલીથી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે કે, આંતકવાદીઓથી પણ વધુ ભયાનક ખતરો કોઈનો હોય તો તે રખડતા ઢોરનો છે. જે ગમે ત્યારે કોઈ પણ નિર્દોષ નાગરિકનો ભોગ લઇ શકે છે. સમગ્ર દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસને સફળતાપૂર્વક નાથનાર તંત્ર આ સમસ્યાનો ઉકેલ ઝડપથી શોધે તેવું લોકો ઈચ્છે છે. તેમણે આ ટ્વીટમાં PM મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલને પણ ટેગ કર્યા છે અને તેમના સુધી આ સમસ્યા પહોંચાડી છે.

ADVERTISEMENT

ભાવનગરમાં 29 વર્ષના યુવકનું થયું હતું મોત
ગઈકાલે 29 વર્ષીય રવિભાઈ અમૃતભાઈ પટેલ નામના યુવાનનું રખડતા ઢોરે હડફેટે લેતા મૃત્યુ થયું હતું. રવિ પટેલ મહેસાણાનો રહેવાસી અને હાલ ભાવનગરના કળિયાબીડ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં જ જોવા મળ્યો ઢોરનો ત્રાસ જોવા મળ્યો હતો. કાયદાનું રક્ષણ કરનાર જ રખડતા ઢોરનો શિકાર બન્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT