BJPના કારોબારી સભ્યનો પોતાના જ પક્ષના નેતાઓ કામ ન કરતા હોવાનો આક્ષેપ, કલેક્ટરને કરી રજૂઆત

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/ગોધરા: પંચમહાલમાં ભાજપના (BJP) જ નેતાઓ પક્ષના સભ્યોની રજૂઆત છતાં કામ ન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપના કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ પંચમહાલના ભાજપના નેતાઓ કામ નથી કરતા હોવાના આક્ષેપ સાથે તેમના વિરુદ્ધના આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, વારંવારની રજૂઆતો કરવા છતાં તેમના વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી મળી રહ્યું.

ધારાસભ્યને પણ કરી રજૂઆત
પંચમહાલ જિલ્લાના છેવાડાના પાનમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ નર્મદા કેનાલમાંથી સિંચાઇનું પાણી આપવા બાબતે જીલ્લા કલેકટરને રજૂઆત આવેદનપત્ર આપી રજૂઆત કરી. કલેકટરને આવેદન પત્ર આપતા પંચમહાલના નેતાઓ અમારું સાંભળતા નથી તેવું ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલ પટેલે જણાવ્યું હતું. ત્યારબાદ ગોધરાના ધારાસભ્યને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી.

સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં
રજુઆતમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે, પાનમ સિંચાઈ વિભાગના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળતું નથી. ચાલુ વર્ષ અમારા જિલ્લા તાલુકાઓમાં વરસાદ ઘણો ઓછો થયો છે, અને જેના કારણે અમારા ઊભા પાકો નિષ્ફળ ગયા છે. અને પાનમ ડેમમાં હાલ પાણી મર્યાદીત છે. હાલ અમારા જિલ્લામાં ડાંગરનો પાક ઉભો છે. અને એક સિંચાઈ પાણીની જરૂર છે. પરંતુ છેલ્લા 15 દિવસથી વારંવાર સિંચાઇ વિભાગમાં રજુઆત કરવા છતાં આજદિન સુધી અમને કોઈ જવાબ આપ્યો નથી, અને જો પાંચ દિવસમાં સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે તો તમામ ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જશે.

ADVERTISEMENT

ધારાસભ્યએ પાણી પહોંચાડવાની ખાતરી આપી
પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ પોતાની મહામુલ્ય જમીનનો ભોગ નર્મદા કેનાલ માટે આપેલો છે. પરંતુ નર્મદા કમાન્ડ વિસ્તારમાં ન સમાવેશ કરવાથી આ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવ્યું નથી. જેથી પંચમહાલના ખેડૂતોને પણ નર્મદાનું પાણી મળે તેવી સિંચાઇ યોજના બનાવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ રજૂઆત દરમ્યાન ગોધરાના ધારાસભ્ય સમક્ષ કરી હતી હાલ પરંતુ ગોધરાના ધારાસભ્યએ પાનમડેમમાંથી કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT