હું પાટીદાર છું એટલે ભાજપ મને ટાર્ગેટ કરી રહી છે, જૂના વીડિયો વાઈરલ કરી હેરાન કરે છે- ગોપાલ ઈટાલિયા
અમદાવાદઃ ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે જણાવ્યું કે ભાજપ સ્ટ્રેટેજી સાથે મને ટાર્ગેટ કરે છે. હું પાટીદાર છું અને મારો સમાજ અત્યારે ભાજપથી નારાજ છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે જણાવ્યું કે ભાજપ સ્ટ્રેટેજી સાથે મને ટાર્ગેટ કરે છે. હું પાટીદાર છું અને મારો સમાજ અત્યારે ભાજપથી નારાજ છે. આ કારણોસર વિવિધ મુદ્દે મને ટાર્ગેટ કરીને હેરાન કરવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. આની સાથે ગોપાલ ઈટાલિયાએ કંસના સંતાનોથી લઈ બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દે પાર્ટી પર પ્રહારો કર્યા છે. આની સાથે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીનો મુદ્દો ભટકાવવા માટે મથામણ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.
હું પાટીદાર છું એટલે મને ટાર્ગેટ કરાયો- ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે કહ્યું કે હું પાટીદાર છે, પટેલ છું એટલે મારા પર ભાજપ સીધો ટાર્ગેટ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફ અત્યારે પાટીદાર સમાજ આકર્ષાઈ રહ્યો છે. તથા બીજી બાજુ ભાજપથી સમગ્ર સમાજ નારાજ ચાલી રહ્યો છે. આને જોતા મને હેરાન કરવા માટે જૂના, સાચ્ચા-ખોટા વીડિયો વાઈરલ કરીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. વળી આ વીડિયો સાચ્ચો છે કે ખોટો કોને ખબર.
ભાજપ પાસે કૌભાંડોનો જવાબ નથી…
કંસના સંતાનો જેવા કામ કર્યા છે ભાજપે એમ કહીને ગોપાલ ઈટાલિયાને ભાજપને ઘેરો કર્યો છે. તેમણે કહ્યું કે અત્યારે ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દે જવાબ શોધી શકી નથી. એને જોતા હવે આના પર કોઈ કાર્યવાહી કરવાના બદલે તેઓ મુદ્દાને ભટકાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મારો વીડિયો એક મુદ્દો બનાવી ચગાવી રહ્યા છે.
ADVERTISEMENT
ભાજપ પાસે લઠ્ઠાકાંડ, પેપરલીક કાંડ, રોજગારી સહિતના મુદ્દે કોઈપણ જવાબ જ નથી. વળી મને ટાર્ગેટ કરવા માટે આવા જૂના વીડિયોને વાઈરલ કરીને રાજનીતિને અલગ દિશામાં લઈ જવા માગે છે.
ઈટાલિયાએ કહ્યું…
વાઈરલ વીડિયો મુદ્દે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે જો મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચઢાવી દો. મને જેલ ભેગો કરો પરંતુ એ જવાબ ભાજપે જરૂર આપવો પડશે કે જનતાના કલ્યાણનું શું થશે. ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ મુદ્દે કોઈપણ પગલા ભરી રહી નથી. તેવામાં હવે મુદ્દા પરથી ભટકાવવામાં આવી રહ્યા છે. અત્યારે ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો હોવો જોઈએ આ જૂના અથવા ફેક વીડિયોના મુદ્દાથી ભાજપ ભટકાવવા પ્રયત્ન કરી રહી છે.
ADVERTISEMENT