ભાજપના ગઢ એવા કરંજમાં AAPની રણનીતિ કારગર થશે ખરી? સોરઠીયાની એન્ટ્રીથી કોને ફટકો પડશે!
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં સુરતની કરંજ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ મનોજ સોરઠીયાની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં સુરતની કરંજ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ મનોજ સોરઠીયાની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત પર અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચાપતી નજર છે. તેવામાં 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર શું આમ આદમી પાર્ટીનો પરચમ લહેરાશે કે પછી ભાજપ ફાવી જશે. ચલો આ બેઠકના સમીકરણો પર નજર કરીએ…
કરંજ બેઠકનું વસતિ ગણિત…
કરંજ બેઠકની વાત કરીએ તો અહીં આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે. અહીં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરીનો છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર લોકોના પ્રાથમિક જરૂરિયાતોનો પ્રશ્ન કોઈપણ પાર્ટી માટે સર્વોપરી બની રહે તેમ છે.
કરંજ પર ચૂંટણીના રાજકીય ઈતિહાસ તથા પરિણામ…
પાટીદાર આંદોલન સમયે ભાજપનો ગઢ ગણાતી કરંજ પર સમીકરણો બદલવાની જરૂર પડી હતી. ભાજપના અત્યારે કરંજ પર ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી છે. જેમણે 2017માં કોંગ્રેસના ભાવેશભાઈને 35 હજાર મતોના અંતરથી હરાવી દીધા હતા. કરંજની બેઠક પર ભાજપને વર્ષોથી સમર્થન મળતું આવ્યું છે. પરંતુ પાટીદાર આંદોલનના કારણે ભાજપને હારનો ડર હતો જેથી તત્કાલિન ધારાસભ્ય જનક બગદાનવાલાને સ્થાને પ્રવીણભાઈ ઘોઘારીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે પ્રવીણભાઈએ ચૂંટણી જીતી લીધી હતી.
ADVERTISEMENT
સીમાંકન ક્યારે થયું…
આ વિધાનસભાનું સીમાંકન 2008માં થયું હતું. કરંજ બેઠક પર 2012માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી થઈ હતી. અહીં લગભગ 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે. જ્યારે અન્ય 40 ટકાનો અહીં સમાવેશ થાય છે. અહીં મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ લોકો વસવાટ કરે છે.
મનોજ સોરઠીયાને ઉતારી AAPનો માસ્ટર સ્ટ્રોક!
ઉલ્લેખનીય છે કે અહીં કરંજમાં મોટાભાગે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહેલી છે. વીજળી અને માર્ગોની સમસ્યા પણ વધુ પ્રમાણમાં નથી. તેવામાં આમ આદમી પાર્ટીને કયા મુદ્દા પર ચૂંટણી લડવી એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે રિપોર્ટ્સ પ્રમાણે કરંજમાં પાટીદાર પ્રભુત્વ વધારે છે અને ભાજપનો જ આ ગઢ રહી છે. મનોજ સોરઠીયાની વાત કરીએ તો તેઓ અહીંથી ચૂંટણી લડશે તો ભાજપની એક ચોક્કસ વોટબેંક છે એને કેવી રીતે રીઝવશે એ પણ જોવા જેવું રહેશે.
ADVERTISEMENT
કોંગ્રેસને પડી શકે છે ફટકો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને શું ફટકો પડશે કે નહીં? આ સવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના વોટ આમ આદમી પાર્ટી કાપી જાય એમ લાગી રહ્યું છે. કારણ કે પાટીદાર આંદોલન ઈફેક્ટ સમયે પણ 2017માં ભાજપે પોતાની આ બેઠક જીતી લીધી હતી. તેવામાં આમ આદમી પાર્ટી ભાજપને નડશે કે કોંગ્રેસને એ તો ચૂંટણીના પરિણામો જ જણાવશે.
ADVERTISEMENT
AAP દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વચ્ચે AAPમાંથી ગોપાલ ઈટાલિયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.
ADVERTISEMENT