આપના પ્રવક્તા સામે ડિબેટમાં બેસવાથી ભાજપ ડરે છે? જાણો શું કહ્યું રેશમ પટેલે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ કાલે પ્રવક્તા તરીકે પાટીદાર નેતા રેશમા પટેલની નિમણૂક કરી છે ત્યારે આજે રેશમ પટેલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ આપ ના પ્રવક્તા સામે ચર્ચામાં બેસવામાં ડરે છે.

ટ્વિટ કરી કર્યા પ્રહાર
રેશમ પટેલે ટ્વિટ કરતાં કહ્યું કે,  વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ અને માર્કેટિંગ કંપની BJP જો તે AAPના પ્રવક્તાઓ સામે ચર્ચામાં બેસતા ડરતી હોય તો આવનારા સમયમાં ભાજપ ગુજરાત વિધાનસભામાં AAPના ધારાસભ્યોનો સામનો કેવી રીતે કરશે?

ADVERTISEMENT

રેશમ પટેલને પ્રવક્તાની સોંપવામાં આવી જવાબદારી
NCP નેતા રેશમા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના કલાકોમાં જ તેઓ AAPમાં જોડાઈ ગયા છે. AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા હતા ત્યાર બાદ હવે તેને આમ આદમી પાર્ટી માંથી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.રેશમા પટેલને આમ આદમી પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT