લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં, ગુજરાત અને કર્ણાટકમાં બદલાશે પ્રદેશ અધ્યક્ષ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવને નવી જવાબદારી મળી શકે છે. આ ઉપરાંત ગુજરાત-કર્ણાટક સહિત ત્રણ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ વચ્ચે ભાજપમાં પરિવર્તનને લઈને અનેક તબક્કાની વાતચીત થઈ છે. હવે આ ફેરફારોને પીએમ મોદીની મંજૂરી મળવાની બાકી છે. સૂત્રોનું કહેવું છે કે 30 જૂન પછી ગમે ત્યારે ફેરફારોની જાહેરાત થઈ શકે છે.

કેબિનેટમાં ફેરફારની શક્યતા 
એટલું જ નહીં, મોદી કેબિનેટમાં પણ ફેરફારની શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે મોદી સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે. જો આ ફેરબદલ થશે તો તે ચોમાસુ સત્ર પહેલા થશે. 17મી જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થઈ શકે છે. જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. જોકે, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ચોમાસુ સત્ર પર અંતિમ મહોર મારવામાં આવશે. આગામી થોડા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં CCPAની બેઠક યોજાશે.

ADVERTISEMENT

ભાજપમાં થઈ શકે છે આ મોટા ફેરફારો 
કર્ણાટક-ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.
પાર્ટીના તમામ છ સંગઠનાત્મક ક્ષેત્રોની ટીમોમાં ફેરફાર થઈ શકે છે.
આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવને નવી જવાબદારી મળી શકે છે તેવી ચર્ચા છે.

    follow whatsapp

    ADVERTISEMENT