ભાજપે કેજરીવાલની હત્યાનું ષડયંત્ર ઘડ્યું, ચૂંટણીમાં હારના ડરથી ખળભળાટ – મનીષ સિસોદિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે અરવિંદ કેજરીવાલના સેફટીનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. મનોજ તિવારીના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે આ દરમિયાન કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપ પણ BJP પર લગાવ્યા છે. ચલો આપણે સમગ્ર વિવાદ પર નજર કરીએ…

ગુજરાત અને MCDમાં હારના ડરથી ભાજપમાં ખળભળાટ- સિસોદિયા
મનીષ સિસોદિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે ગુજરાત અને MCD ચૂંટણીમાં જેવી રીતે આમ આદમી પાર્ટીએ જીતનું વાતાવરણ બનાવ્યું છે. એમે જોતા ભાજપ સંપૂર્ણપણે પાંગળુ બની ગયું છે. હવે ભાજપ પોતાના ષડયંત્ર અને કાવાદાવાથી ઉપર આવી હત્યાનું ષડયંત્ર બનાવી રહી છે.

ADVERTISEMENT

મનોજ તિવારી પર સાધ્યુ નિશાન…
મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે આવી રીતે જાહેરમાં દિલ્હીના મુખ્યમંત્રીની હત્યાની ધમકી આપનારા મનોજ તિવારી વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. મનોજ તિવારીની ધરપકડ કરી આ ષડયંત્રની તપાસ કરવી જોઈએ.

મીડિયા અહેવાલો પ્રમાણે મનોજ તિવારીએ આ આરોપોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે મે માત્ર કેજરીવાલની સેફટી અને સિક્યોરિટી અંગે કહ્યું હતું. આમ આદમી પાર્ટીમાં જેવી રીતે બધુ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે.

ADVERTISEMENT

AAP ચૂંટણી પંચને ફરિયાદ કરશે- સિસોદિયા
સિસોદિયાએ જણાવ્યું કે મનોજ તિવારી કહે છે કે કેજરીવાલ પર કોઈ પણ હુમલો કરી શકે છે પરંતુ સવાલ એ છે કે મનોજ તિવારી આ વાત કેવી રીતે જાણે છે? આ મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે AAPઆ સમગ્ર મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરશે અને FIR પણ નોંધશે. વધુમાં તેમણે કહ્યું કે આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે. મનોજ તિવારીના ફોન અને આસપાસના લોકોની પણ તપાસ થવી જોઈએ.

ADVERTISEMENT

બીજેપી નેતા મનોજ તિવારીએ ટ્વિટ કર્યું કે- હું અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાને લઈને ચિંતિત છું, કારણ કે AAP કાર્યકર્તાઓ અને જનતા સતત ભ્રષ્ટાચાર, ટિકિટ વેચાણ અને મિત્રતા અને જેલમાં બળાત્કારી દ્વારા મસાજને લઈને નારાજ છે. તેમના ધારાસભ્યને પણ માર મારવામાં આવ્યો છે, તેથી દિલ્હીના સીએમ સાથે આવું ન થવું જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT