ભાજપે 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા આ બે નેતાઓની કાપી ટિકિટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે. ભાજપે ગઈકાલે 160 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. જેમાં અનેક સમીકરણોને લઈ ભાજપે પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે બીજી તરફ અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ત્યારે એવા પણ બે ધારાસભ્યોને કાપવામાં આવ્યા છે જેમની સંપતિ 100 કરોડથી વધુ છે.

100 કરોડથી વધુની સંપતિ ધરાવતા MLA ની ટિકિટ કપાઈ
ભાજપ દ્વારા 160 બેઠકના ઉમેદવારોની યાદી ગઈ કાલે જાહેર કરવામાં આવી છે.  જેમા અનેક વર્તમાન ધારાસભ્‍યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં બે એવા ધારાસભ્‍યોની ટિકિટ કપાઈ છે કે, જેઓ વર્ષ-2017ની ચૂંટણીના ભાજપના સૌથી ધનવાન ધારાસભ્‍ય તરીકે ચૂટાયાં હતા. બોટાદ બેઠકના ધારાસભ્‍ય સુરેશ દલાલની ટિકિટ કપાઈ છે જેમની 2017માં કુલ સંપતી રૂ.123 કરોડ કરતાં વધુ હતી. આ સિવાય સુરેન્‍દ્રનગરના વઢવાણ બેઠક પરથી ચૂંટાયેલા ધનજી પટેલની ટિકિટ કાપવામાં આવી છે. જેમની સંપતી પણ રૂ.113 કરોડથી વધુ હતી. આ બેઠક પર જીજ્ઞાબેન પંડયાને ટિકિટ આ આપી છે.

આ MLA ની સંપત્તિ ઓછી હતી
2017માં સૌથી ઓછી સંપતિ ધરાવતા ત્રણ ધારાસભ્‍યમાં ભાજપના બે ધારાસભ્‍ય હતાં જેમાં ગાંધીધામ (SC) બેઠક પરથી વિજેતા થયેલા માલતી મહેશ્વરીને રિપિટ કરાયાં છે, જેઓની કુલ સંપતિ રૂ.17,17,098 હતી. 182 ધારાસભ્‍યોમાં સૌથી ઓછી રૂ. 10.25 લાખની સંપતિ વડગામના અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયેલા જીજ્ઞેશ મેવાણીની હતી. આ સિવાય ખેડાની મહેમદાવાદ બેઠક પરથી વિજેતા થયેલા અર્જુનસિંહ ચૌહાણની સંપતિ પણ રૂ.૧૨,૫૭,૬૪૭ જ હતી. આ બેઠક પર ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT