BJPના મંત્રીએ કહ્યું, PM મોદી તો ભગવાનનો અવતાર છે, ઈચ્છે ત્યાં સુધી વડાપ્રધાન બની શકે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારના શિક્ષણ મંત્રી ગુલાબ દેવીએ વડાપ્રધાન મોદીને ભગવાનના અવતાર ગણાવ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે PM મોદી તો ભગવાનનો અવતાર છે. તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી વડાપ્રધાન બની શકે છે. આની સાથે જ વધુમાં કહ્યું કે વડાપ્રધાન પદ પર તેમની સ્પર્ધામાં કોઈ છે જ નહીં. નરેન્દ્ર મોદી સૌથી આગળ છે અને તેમને પદ પરથી દૂર કરી શકે એવી કોઈ વ્યક્તિ જ નથી. તેઓ ઈચ્છે ત્યાં સુધી વડાપ્રધાન રહી શકે છે.

વડાપ્રધાન મોદી ભગવાનનો અવતાર- ગુલાબ દેવી
ઉત્તરપ્રદેશમાં સંભલ જિલ્લાના તથા યોગી સરકારના માધ્યમિક શિક્ષણ મંત્રી ગુલાબ દેવીએ બુધવારે એક કાર્યક્રમમાં PM મોદી વિશે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તો ભગવાનનો અવતાર છે.

ADVERTISEMENT

ગુલાબદેવીએ કહ્યું કે વડાપ્રધાન મોદી એક અસાધારણ પ્રતિભા ધરાવે છે. તે ઈચ્છે તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર કાર્યભાર સંભાળતા રહી શકે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પદેથ તેમને કોઈ દૂર ન કરી શકે, કારણ કે નરેન્દ્ર મોદીને કોઈ રિપ્લેસ કરી શકે એમ જ નથી. વધુમાં ગુલાબ દેવીએ કહ્યું કે હું જણાવી રહી છું ને કે તેઓ અવતાર છે, ભગવાને તેમને એક પ્રતિનિધી તરીકે મોકલ્યા છે. તેઓ અહીં જે ઈચ્છે છે તે કરાવી શકે છે. તેમની પાસે અનોખી તાકાત છે.

ગુલાબ દેવી 4 વાર ધારાસભ્ય બની ચૂકી છે
ગુલાબ દેવીની વાત કરીએ તો તેઓ અત્યારસુધી 4 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુલાબ દેવી એક ગરીબ પરિવારથી આવે છે. તેઓ યોગી સરકાર 1.0માં રાજ્યમંત્રી હતા, જ્યારે 2.0માં તેઓ માધ્યમિક શિક્ષણ મંત્રી બની ગયા છે. તેઓ પહેલા શિક્ષક હતા પછી 1991મા ભાજપ સાથે જોડાયા અને એજ વર્ષે તેમને પાર્ટીથી ટિકિટ પણ મળી ગઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT