ચૂંટણી માટે ભાજપ સુપર એક્ટિવ મોડમાં, CM ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં આપી રહ્યા છે હાજરી
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનો ગઢ જીતવા માટે ભાજપ સુપર એક્ટિવ થઈ ગઈ છે. અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ અને બનાસકાંઠાના વિવિધ સ્થળે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનો ગઢ જીતવા માટે ભાજપ સુપર એક્ટિવ થઈ ગઈ છે. અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ અને બનાસકાંઠાના વિવિધ સ્થળે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી કાલુપુર રેલવે સ્ટેશન તથા મેટ્રો સ્ટેશનનું નિરિક્ષણ કરવા પહોંચશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં હાજરી પણ આપશે.
અંબાજીની મુલાકાત લેશે મુખ્યમંત્રી
અમદાવાદમાં આજે CM ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. ત્યારપછી તેઓ ગાંધીનગરમાં આયોજિત એક સમાજના કાર્યક્રમમાં ભાગ લેશે. આ બંને સ્થળે મુલાકાત કર્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાત કરશે. જ્યાં તેઓ અધિકારીઓ સાથે બેઠક પણ કરી શકે છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય…
રાજ્યમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામોને માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.
ADVERTISEMENT
તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ 5790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. 5986 કરોડના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, 2763 કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ.1762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.
ADVERTISEMENT